Monday, August 26, 2019

બોમ્બે સ્ટોક એક્સચેઈન્જ નો રસપ્રદ ઈતિહાસ

૧૪૪  વર્ષ પહેલાં પાંચ ગુજરાતીઓએ વડના ઝાડ નીચે બોમ્બે સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરી હતી


5 ગુજરાતીઓએ ચર્ચગેટ નજીક વડના ઝાડ હેઠળ શરૂ કરેલ સંસ્થા આજે ભારતીય અર્થતંત્રનો ધબકાર મનાય છે

આજે રૂ. 148 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતા બોમ્બે સ્ટોક એક્સેચેન્જમાં આરંભે સભ્ય ફી ફક્ત 1 રૂ. હતી

BSEના સ્થાપક પ્રેમચંદ રાયચંદ બ્રિટનની કોટન મિલની કુલ જરૂરિયાતનું 65% રૂ સપ્લાય કરતા હતા 


અમદાવાદઃ રિઝર્વ બેન્કને જો ભારતીય અર્થતંત્રનું હૃદય ગણવામાં આવે તો એ હૃદય સુધી લોહી પહોંચાડનાર તંત્ર એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એવું કહેવાય છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જને શરદી થાય તો સમગ્ર દેશને તાવ આવી જાય. દેશની આર્થિક ગતિવિધિના કેન્દ્રસ્થાને રહેલું આ શેરબજાર આજે 144 વર્ષનું થઈ રહ્યું છે. આજે સ્ટોક એક્સચેન્જની ઈમારત સમગ્ર મુંબઈનું પ્રતીક ગણાય છે પરંતુ 144 વર્ષ પહેલાં તેની શરૂઆત એ જ જગ્યાએ એક વડના ઝાડ હેઠળ થઈ હતી અને તેની સ્થાપનામાં મોખરાની ભૂમિકા ભજવનારા પાંચે પાંચ લોકો ગુજરાતી હતા. ભારત જેવા વિશાળ દેશની અર્થવ્યવસ્થાના આધારરૂપ ગણાતી આ સંસ્થા અને તેના સ્થાપકોની કહાની કોઈ ફિલ્મ કે નવલકથાને ય ટક્કર મારે એટલી રોચક છે.


1 રૂ.ની સભ્ય ફીથી 148 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સુધીની રોચક કહાની


* મુંબઈનો ઈતિહાસ જેમના ઉલ્લેખ વગર અધૂરો કહેવાય એવા ગુજરાતી માલેતુજાર પ્રેમચંદ રાયચંદ ઓગણીશમી સદીના અગ્રણી બિઝનેસમેન હતા. મૂળ સુરતના જૈન પરિવારના પ્રેમચંદ એ જમાનામાં મુંબઈના એકમાત્ર એવા વેપારી હતા જે અંગ્રેજોની સાથે ધાણીફૂટ અંગ્રેજીમાં, ફ્રેન્ચ વેપારીઓ સાથે ફ્રેન્ચમાં અને પોર્ટુગિઝ સાથે સ્પેનિશ ભાષામાં વાત કરી શકતા હતા.


* એવું કહેવાય છે કે એ જમાનામાં સમગ્ર ગુજરાતમાં કપાસના વાવેતર થાય અને પાકેલો સઘળો માલ મુંબઈની દિશા પકડે ત્યારે તેનો એકમાત્ર ખરીદાર હોય પ્રેમચંદ રાયચંદ! દેશભરમાં થતાં કપાસના કુલ ઉત્પાદનનો અડધોઅડધ હિસ્સો ખરીદી લેતાં પ્રેમચંદ રાયચંદ કોટન કિંગ કહેવાતા.


* આજે જ્યાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાઈ રહી છે ઈંગ્લેન્ડનું એ માન્ચેસ્ટર શહેર કોટન મિલનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. ઓગણીશમી સદીમાં માન્ચેસ્ટરમાં 180 જેટલી કોટન મિલ ધમધમતી હતી અને તેમાંની મોટાભાગની મિલને રૂનો સપ્લાય કરનારા પ્રેમચંદ રાયચંદ હતા.


* રૂના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે પ્રેમચંદ રાયચંદે જ મુંબઈમાં રૂના સટ્ટાની શરૂઆત કરી હતી. જેમાં દ્વારકાદાસ ગોકળદાસ, મથુરદાસ હરજીવન નામના કપોળ વણિક જ્ઞાતિના બે શેઠિયા પણ પ્રેમચંદના ભાગીદાર હતા. આ ભાગીદારોએ રૂ ઉપરાંત કોમોડિટી ઉત્પાદનોના સટ્ટાની શરૂઆત કરી. શરૂઆતમાં પ્રેમચંદના ભાયખલ્લા સ્થિત બંગલાના કમ્પાઉન્ડમાં સટ્ટો રમાતો. પરંતુ સંખ્યા ધીમે ધીમે વધવા લાગી આથી તેમણે સ્થળ બદલ્યું.


* ચર્ચગેટ નજીક હોર્નિમાન સર્કલ પાસે એ જમાનામાં ટાઉનહોલ હતો. આજે એ સ્થળે મોટું ઉદ્યાન બની ગયું છે. ત્યાં એક વડના ઝાડ હેઠળ પ્રેમચંદ, દ્વારકાદાસ, મથુરદાસ, ઘનશ્યામદાસ ખટાઉ અને દિનશા પીટીટ નામના પારસી મિલમાલિક, એમ પાંચ અગ્રણી વેપારીઓના માર્ગદર્શન હેઠળ સટ્ટાની પદ્ધતિસરની શરૂઆત થઈ. બ્રિટિશ પદ્ધતિ મુજબની શિસ્ત લાવવાના હેતુથી તેમાં નિયમો ઘડાયા. સટ્ટામાં ભાગ લેવા માટે સભ્ય ફી તરીકે 1 રુ. નક્કી થયો અને સંગઠનને નામ અપાયું નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. એ જ સંસ્થા એટલે આજનું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ.


* શરૂઆતમાં આ એક્સચેન્જમાં કુલ 25 વેપારીઓ જોડાયા હતા, જેમાં 18 ગુજરાતી, 4 મારવાડી અને 2 દક્ષિણ ભારતીય અને 1 પંજાબી હતા. પ્રથમ મહિને જ સંખ્યા વધીને 318 સુધી પહોંચી. વડના ઝાડ હેઠળ ખુલ્લામાં ચટાઈ પાથરીને સટ્ટાના ભાવતાલ થતાં હોવાથી સાધારણ લોકો તેમને ચટાઈયા તરીકે ઓળખતા.


વડના ઝાડ હેઠળ પાંગરેલી સંસ્થા આજે અર્થતંત્રનું વટવૃક્ષ બની


* બોમ્બે સ્ટોક એક્સચેન્જની દરેક વાતોમાં ભવ્યતા રહેલી છે. અહીં થતાં સોદાની રકમ, દેશની ટોચની કંપનીઓની હાજરી, આર્થિક ઉથલપાથલ સાથે સંકળાયેલા લાખો પરિવારો એ દરેક દૃષ્ટિએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારત કે એશિયાના જ નહિ, સમગ્ર દુનિયાની નમૂનેદાર આર્થિક સંસ્થા તરીકેનો દરજ્જો ભોગવે છે.


* 148 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ દુનિયાનું 11મા ક્રમનું સ્ટોક એક્સચેન્જ ગણાય છે. દરરોજ થતી સોદાની સંખ્યાના હિસાબે તેનો નંબર દુનિયામાં 5મો છે.


* બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 5000થી વધુ કંપનીઓ રજીસ્ટર્ડ થયેલી છે. આ સંખ્યાના મામલે તે દુનિયામાં નંબર 1 છે.


* દુનિયાભરના સ્ટોક એક્સચેન્જના નિયંત્રણ માટે વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જની રચના થયેલી છે, જેનું હેડ ક્વાર્ટર પેરિસમાં છે. આ સંસ્થાના સંચાલન માટે જે મુખ્ય સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે તેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ મોભાદાર સ્થાન ધરાવે છે.


Bombay Stock ExchangeEstablishment Of BSE 

Gujarati Started BSE

લ્યો લખી બતાઓ + કે. લાલ + ટીનેજર


લ્યો લખી બતાઓ 



કે. લાલ 




ટીનેજર 





આ કાયા માંથી હંસલો રે ઉડી જાશે ....





Saturday, August 24, 2019

જન્માષ્ટમી ના પર્વ પર શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યની એક અદભુત પ્રશસ્તી

કૃષ્ણ ભક્તો અને ખાસ કરીને પોતાને " વૈશ્ણવ" તરીકે ઓળખાવતા અને ગૌરવ લેતા દરેકે આત્મ નિરિક્ષણ કરવાનું કે શું તમે તમારા ઇશ્ટદેવ કૃષ્ણ પરમાત્મા ને આ રીતે ક્યારે પણ પીછાણ્યા છે? 


શ્રી કૃષ્ણ ના જન્મ વખતે જ એક બાળકી નો પણ જન્મ થયેલ જેની અદલા બદલી શ્રી કૃષ્ણ જોડે શ્રી કૃષ્ણ નો જીવ બચાવવા થયેલ. તે બાલિકા હતી "યોગમાયા".

એવી લોક વાયકા છે કે મામા કંસે આ બાલિકા ને દેવકી નું આઠમું સંતાન સમજી તેના પગ પકડી, પછાડી ને મારી નાખવાની કોશિશ કરેલ. ત્યારે આ બાલિકા કંસ ના હાથમાં થી હવામાં ઉડી ગઈ અને જતા જતા કહેતી ગઈ કે તારો ધ્વંસ કરનાર બાળક અવતરી ગયો છે.

યોગમાયા એ શક્તિ નો એક અવતાર હતો. જયારે કંસે તેના પગ પકડી તેને પટકવા ની કોશિશ કરી ત્યારે આ બાળકી એ જતા જતાં કીધેલ કે તારો ધ્વંસ કરનાર નો જન્મ થઇ ગયો છે. હું પણ તારો ધ્વંશ કરી શકવા શક્તિમાન છું. પણ તે મારા પગ પકડ્યા એટલે તારી શરણાગતી ના કારણે તને માફ કરું છું.

શ્રી કૃષ્ણનો જન્મ ઘોર અંધારી રાત્રી ના બંધ કારાવાસમાં થયેલ. પણ કૃષ્ણ જન્મ વખતે બધા સંત્રીઓ નિદ્રાધીન થઇ ગયેલ. સાંકળો તૂટી ગયેલ અને કારાવાસ ના દરવાજા ખુલી ગયેલ.

તેવીજ રીતે જયારે શ્રી કૃષ્ણ પરમાત્મા સમી ચેતના આપણા હ્રદય માં જાગૃત થાય ત્યારે બધોજ અંધકાર-અજ્ઞાન નકારકાતા દુર થાય છે. હું, મારું અને અહમ રૂપી બંધનો છુટી જાય છે. અને કારાવાસ સમાન આ જગત ની મમત માયા ના દરવાજા ખુલી જાય છે.  

આજ છે જન્માષ્ટમી પર્વ નો સાચો મહિમા. 

સૌ મુલાકાતીઓ ને જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છાઓ.

Wednesday, August 21, 2019

જન ની જોડ સખી નહિ જડે રે લોલ ...(કવિ શ્રી બોટાદકર)

                   

                   જનનીની જોડ સખી નહીં જડે રે

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
અમીની ભરેલ એની આંખડી રે લોલ
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જગનો આધાર એની આંગળી રે લોલ
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

લેતા ખૂટે ન એની લહાણ રે
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ 


-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

Sunday, August 18, 2019

કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.

કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.


શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલીના સ્વામીશ્રીની પ્રેરણાથી


RS. 1.00 માં તમારી કિડનીને સાફ કરો


વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે.

 

લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.


આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?


અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.


 તાજા લીલા ધાણા (કોથમરી) ની એક જુડી લો અને તેને સાફ કરી મીક્ષરના જારમાં થોડું પાણી નાખી મિક્ષર દ્વારા તેનું જ્યુસ તૈયાર કરો અને એક ગ્લાસ જેટલો આ કોથમીર રસ પી જાઓ...


અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી  જોશો.

તમે પોતે તેનો તફાવત પરખી શકશો. 


તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!


કોથમીરનું સેવન આંખ માટે પણ ખુબ ફાયદેમંદ છે, તે તો તમને ખબર જ હશે.


આ પ્રયોગ અઠવાડીએ કમ સે કમ એકવાર સવારે નરણા પેટે (ભૂખ્યા પેટે, કંઈપણ ખાધા પહેલા) કરવો, જ્યૂસને ગાળીને પણ પી શકાય, પણ ગાળ્યા વગર પીવાથી તેમાં રહેલા રેસા ( ફાઈબર) શરીરમાં જમા થયેલ મળને પણ દૂર કરવામાં ખુબ મદદગાર થાય છે 


આ જ્યુસમાં નમક, ખાંડ, લીંબુ વગેરે ન નાખવું અને ખુબ શાંતિ થી થોડું થોડું કરીને પીવું 


કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો

તમારી કિડની સ્વચ્છ રહે અને ડાયાલીસીસ ના ચક્કરમાં ન પડો તેવી શુભેચ્છા।..


ફક્ત વાંચો નહીં

તમે પોતે કાળજી લો અને નિયમિત આ નાનકડો પ્રયોગ કરો...


🙏🏻 સૌજન્ય 🙏🏻


વેદ આર્યુવેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર તથા ફાર્મસી સાવરકુંડલા અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય


ડૉ બલભદ્ર મહેતા


📲9427888387


કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર જ SHARE કરજો।..


તમે નિરોગી રહો એ જ અમારી શુભકામના, અને એટલે જ તમને આ મેસેજ મોકલ્યો છે, તો તમે પ્રયોગ કરજો અને આ મેસેજ આગળ જરૂર મોકલજો


🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽

ઘૂંટણ ના દુખાવાનો દેશી ઈલાજ

આજકાલ લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વડીલને ઢિચણનોઁ (ઘૂંટણ), દુઃખાવો રહેતો હોય છે અને ડોક્ટર Knee Replacement માટેની સલાહ આપે છે. 

જેનો ખર્ચ 1 ( એક ) થી 3 ( ત્રણ ) લાખ રૂપિયા થાય છે.

આ માટેનો સસ્તો સારો અને સરળ ઉપાય બાવળનાં બી નો પાવડર હુંફાળા પાણી માં એક ચમચી પાઉડર મિક્સ કરી બપોરે અને રાત્રે જમ્યા પછી  લેવાથી દુઃખાવો બિલકુલ દૂર થાય છે.

 ઓપરેશન કરાવવાની કોઈ જ જરૂર રહેતી નથી.

૨૦૦ ગ્રામ પેકિંગ પાવડરની કિંમત માત્ર  RS. 30.00.

આ આયોજન સ્વસ્તિક જૈન પરીવાર તરફથી કરવામાં આવ્યું છે.

ખાસ સૂચના : 
રવિવાર ના દિવસે કોઈ પણ સભ્ય નો સંપર્ક કરવો નહિ.

પાવડર મેળવવા માટેનું સ્થળ:

૧).બ્રિજેશ શાહ
૧૧ બાબેશ્વર સોસાયટી, વરસોડાની ચાલી રામનગર, સાબરમતી
પાઉડર મેળવવાનો સમય.
સવારે : ૮.૩૦ થી ૧૧.૦૦.


૨) સુનીલભાઈ પી. શાહ 
 ૬, ત્રિશલા ફ્લેટ, પંકજ સોસાયટી, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ,
૯૮૨૫૩૧૮૨૫૨.
પૂછપરછ માટે ફોન કરવૌ નહી.
પાઉડર મેળવવાનો સમય:-  
સાંજે  ૦૭:૩૦ થી ૯:૩૦
(પાલડી, વાસણાના વિસ્તારનાંએ સુનીલભાઈનો સંપર્ક કરી શકો છો)


૩). ભાવેશભાઇ શાહ
 ૨  સુરભી ફ્લેટ્સ, પહેલે માળ,  ૧૩ શ્રેણિક સોસાયટી, આંગી ૫ ની પાછળ, જૈન દેરાસર પાસે, નારણપુરા ચાર રસ્તા, નારણપુરા.
૯૮૨૫૭૫૨૩૧૮.
નારણપુરાનાં એરિયાવાળાએ ભાવેશભાઈનો સંપર્ક કરવો.
ફોનનો સમય:- 
રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦
પાઉડર મેળવવાનો સમય:-
સવારે  ૮:૦૦ થી બપોરે ૧:૦૦ અને  
સાંજે ૪:૦૦ થી ૯:૦૦

૪) શ્રી હરેશ ભાઈ આર શાહ
    પદમાવતી સ્ટોર , ૧ શ્રીજી દર્શન કોમ્પલેક્ષ, વ્રજધામ મંદીર નજીક, માંજલપુર વડોદરા
૯૪૦૯૧૫૬૪૦૯

૫) શ્રેણિક ભાઈ . પી .શાહ ( રાંધેજા વાળા )
૯ એ  ચિંતામણી સોસાયટી
  અચેર રોડ સાબરમતી.
 પાઉડર મેળવવાનો સમય
સાંજે : ૭ થી ૯

6) BHAVIN RAJENDRA SHAH
RESIDENT ADDRESS
1/23,BAHARI BLDG NO.1,JAKERIYA BUNDER ROAD,NEAR JHAVERI HONDA SERVICE CENTER, COTTONGREEN, MUMBAI-400015
CALLING TIME : 4PM to 8PM
KINDLY COLLECTING MEDICINE BETWEEN : 
10AM to 1PM & 
5PM to 7PM
8779021922

૭) સંકેત. એમ. શાહ
સિદ્ધાચલ વાત્તિકા ,સાબરમતી કૉલેજ ની જોડે, સાબરમતી , અમદાવાદ.
પાઉડર મેળવવાનો સમય.
 સવારે ૯.૩૦ થી ૧૧.૪૫
૭૬૦૦૬૧૮૦૩૭
૮) વિરલ શાહ
  સી ૯ & ૧૦ આમ્રપાલી ફ્લેટ.
જુલી એપાર્ટમેન્ટ ની સામે
  ચંદ્રમાની હોસ્પિટલ ની સામેની ગલીમાં.
  શાહીબાગ. અમદાવાદ.
  ૮૮૪૯૪૧૪૨૮૦.
( રવિવાર ના દિવસે કોઈ પણ સભ્ય નો સંપર્ક કરવો નહિ.
નમ્ર વિનંતી )
૯) સંસ્કૃતિ ભવન
  ૮ \ ૧૬૪૩  સુભાષ ચોક , ગોપીપુરા , મૈન રોડ સુરત.
૦૨૬૧ ૨૫૯૯૩૭
૯૩૭૪૭ ૧૮૩૪૫.
૧૦.૦૦ થી ૧.૦૦
૪.૦૦ થી ૯.૦૦

૧૦ ) કિરીટ કુમાર ખારા
૨૧૦ જમનાદાસ બજાજ સ્ટ્રીટ,
૫૦ & ૫૧ લોહિયા માર્કેટ .
કોલકત્તા 
૬૨૯૦૪૪૪૩૬૦
૨ થી ૫

૧૧) નિલેશ ખારા
૨૯૮ બકુલ બગું રો
લેન્સડાઉને માર્કેટ 
કોલકત્તા
૯૮૩૧૧ ૩૨૦૭૭
સવારે ૮ થી ૧૦.૩૦

૧૨).  ચિરાગ શાહ
જીગર એન્ટરપ્રાઈઝ  
૨૦૯, બીજે  માળે,
બરોડા હાઉસ કોમ્પલેક્સ,
વરાછા રોડ,
સુરત -૬
૮૧૬૦૩૬૪૨૭૦
સવારે : 
૦૯:૦૦ થી ૦૧:૩૦
સાજે
૦૪:૦૦ થી ૦૭:૩૦
૧૩) રાજેશ શાહ                                ૨ એ \ ૧૩૦૪,પેરેડાઇઝ હેઈટ્સ  (મ્હાડા ટાવર ) ,ચિકુવડી, બોરિવલીવેસ્ટ મુંબઈ.
સમય સવારે 10 થી 12
૮૧૦૮૪૦૧૬૭૭
ગોડીજી દેરાસર
પાયધૂની 
સમય બાપોરે ૧ થી ૪
કૉલિંગ સમય  સાંજે  4 થી 6
14)M/s ગ્લોબ ઈમ્પૅક્સ 
મી. વિપુલ મીડિયા (મેહતા )
1,પોર્ટુગીસ ચર્ચ સ્ટ્રીટ,1માળે, બારા બઝાર, કોલકાતા -700001
9051381999
સમય 2pm થી 5pm 
15)આશાબેન મીડિયા (મેહતા)
63/D,ચક્રબેરિયા રોડ (નોર્થ ),1 માળે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, કોલકાતા - 700020
8777015822/9883366555
સમય 6 pm થી 8 pm
16) ભાવનગર માટે સંપર્ક કરો.
તુષાર શાહ
બી-18, વશુંધરા ફ્લેટ,
શ્રીમાળી બ્રાહ્મણ બોર્ડીંગ સામે,
ડોન ચોક, ભાવનગર.
મોબાઈલ નંબર 
૯૪૨૮૯૯૫૫૭૭
પાવડર મેળવવા નો સમય 
૭ થી ૯ રાત્રે.

ખાસ સુચના :
કોઈ પણ સાધુ  સાધ્વીજી ભગવંતોને વહોરાવો હોય તો કોઈ પણ ચાર્જ લેવાશે નહિ પણ એ ભગવંતોનું નામ અને ક્યાં સમુદાયનાં છે એ જણાવવું જરુરી છે.

સેવાનું કામ છે. 
આ માહિતી આગળ ફોરવર્ડ કરશો. 
જેથી કોઈ મોટા. ખર્ચથી બચી શકે.

હાર્ટ એટેકનું ખરું કારણ 'કોલેસ્ટરોલ' નથી...

( ડો. પુરનેન્દુ મેહતા એ મોકલેલ માહિતી )

( કોલેસ્ટ્રોલ )

તબીબી વિજ્ઞાનની નવી શોધ-

'કોલેસ્ટરોલ' હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.


હાર્ટ એટેકનું ખરું કારણ 'કોલેસ્ટરોલ' નથી...

પણ, ધમનીનો 'સોજો' છે !!


જે તબીબો હૃદય રોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યા છે...

તેઓ દર્દીનું 'અહિત' કરી રહ્યા છે.


આપણી છાતીમાં જરાક દુ:ખાવો થાય કે - તરત જ આપણે ફેમિલી ડોક્ટર પાસે દોડી જઇએ છીએ !


ફેમિલી ડોક્ટર આપણને કાર્ડિયોગ્રામ કઢાવવાની સલાહ આપે છે...

કાર્ડિયોગ્રામના આડાઅવળા લીટાઓનો અભ્યાસ કરીને...

હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર -

આપણને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપે છે.


એન્જિયોગ્રાફીમાં -

બ્લોકેજ દેખાય કે તરત જ આપણને સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવે છે. 


આપણા હૃદયની બીમારીમાંથી તબીબો અબજો રૂપિયાની કમાણી કરે છે...

પણ,

તેઓ આપણને જીવતા રાખવાની ગેરન્ટી આપી શકતા નથી !

પોતાની જિંદગીમાં -

આશરે ૫,૦૦૦ ઓપન હાર્ટ સર્જરી કરી ચૂકેલા અમેરિકાના હૃદયરોગના નિષ્ણાતે તાજેતરમાં એવી ચોંકાવનારી કબૂલાત કરી છે કે...


"તબીબો હૃદયરોગની સારવાર બાબતમાં આજે પણ 'અજ્ઞાન' છે...

અને, તેમની સારવારથી હૃદયરોગ મટી શકે તે સંભવિત નથી."

( આજ વાત મુંબઈ ની કે. ઈ. એમ. હોસ્પિટલ ના ભૂતપૂર્વ ડીન ડોક્ટર

મનુ કોઠારી એ મુંબઈ સમાચાર માં છપાયેલ તેમના લેખ માં જણાવી છે .


અમેરિકામાં હૃદયરોગની સારવારનો ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા નામાંકિત નિષ્ણાત ડો. ડ્વાઇટ લુન્ડેલ કહે છે કે -


"આપણે ડોક્ટરો આપણા જ્ઞાન, તાલીમ અને અનુભવને આધારે એવા અહંથી પીડાવા લાગીએ છીએ કે -

આપણે કદી  ખોટા હોઇ શકીએ નહીં !


મને આવો અહમ્ નથી માટે કબૂલ કરું છું કે -

હૃદયરોગના નિદાન અને ચિકિત્સા બાબતમાં હું 'ખોટો' છું !!" 

એમ કહેવાય છે કે -

ડો. લુન્ડેલની ગણતરી હૃદય રોગ બાબતમાં 'ઓથોરિટી' તરીકે થાય છે. 


તેઓ અને તેમના સાથીદારો હૃદય રોગ બાબતમાં 'ઓપિનિયન-મેકર' ગણાય છે. 


તેઓ કહે છે કે -

વર્ષો સુધી અમે માન્યા કર્યું કે...

હૃદય રોગનું મુખ્ય કારણ બ્લડ 'કોલેસ્ટરોલ' માં થયેલી વૃદ્ધિ છે.


આ કારણે -

અમે હૃદયરોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડતી દવાઓ આપ્યા કરીએ છીએ...


અને,


જેમાં કોલેસ્ટરોલ વધુ હોય...

તેવો 'ચરબીયુક્ત' આહાર ઓછો લેવાની સલાહ દર્દીને આપીએ છીએ.


હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે - 

કોલેસ્ટરોલના વધવાથી હૃદય રોગ થતો નથી.


હવે એવું માનવામાં આવે છે કે -

ધમની 'પહોળી' થવાથી...

અને,

તેમાં 'સોજો' આવવાથી હૃદય રોગ થાય છે. 


આ કારણે -

હૃદય રોગના પ્રાદુર્ભાવ અને ચિકિત્સા બાબતમાં વિચારવાની આખી દિશા જ બદલાઇ ગઇ છે.

પોતાની દલીલના સમર્થનમાં આંકડાઓ અને હકીકતોનું વર્ણન કરતાં ડો. લુન્ડેલ કહે છે કે...


આજની તારીખમાં -

અમેરિકાના ૨૫ ટકા નાગરિકો હૃદય રોગથી બચવા માટેની દવાઓ લે છે...

અને,

તેમણે પોતાના આહારમાં ચરબીનું પ્રમાણ એકદમ ઘટાડી દીધું છે.


તેમ છતાં -

આ વર્ષે હૃદય રોગથી ક્યારેજ નહોતા મર્યા એટલા અમેરિકનો મરશે !



અમેરિકન હાર્ટ એસોસિયેશનના આંકડાઓ કહે છે કે -

અત્યારે ૭.૫ કરોડ અમેરિકનો હૃદય રોગથી પીડાય છે. 


બે કરોડ લોકો 'ડાયાબિટીસ' થી પીડાય છે.. 

અને,  બીજા ૫.૭ કરોડ લોકો 'ડાયાબિટીસ' ની સરહદ રેખા ઉપર ઊભા છે. 


જો લોહીનું વહન કરતી ધમનીમાં સોજો ન હોય...

તો -

લોહીનું સહેલાઇથી પરિભ્રમણ થાય છે...

અને, હૃદય રોગનો હુમલો આવતો નથી.


જો ધમનીમાં સોજો હોય તો -

તેમાં કોલેસ્ટરોલ અટકી જાય છે...

અને, હાર્ટ એટેક આવી શકે છે !


આ રીતે -

હાર્ટ એટેકનું ખરું કારણ કોલેસ્ટરોલ નથી...

પણ,

ધમનીનો સોજો છે ! 


જે તબીબો -

હૃદય રોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યા છે...

તેઓ દર્દીનું અહિત કરી રહ્યા છે !

આપણા શરીરમાં -

સોજો શા માટે આવે છે ?

- તે પણ સમજવા જેવું છે....

આપણા શરીરને માફક ન આવે તેવો અથવા 'ઝેરી' (વિષ) પદાર્થ તેમાં દાખલ કરવામાં આવે... 


ત્યારે,

તેને બહાર ફેંકી દેવા માટે -

આપણા 'કાકડા' માં સોજો આવે છે.

સોજો એ શરીરની કુદરતી 'સંરક્ષણ' પ્રક્રિયા છે...

પરંતુ,

આપણે જ્યારે ઇરાદાપૂર્વક શરીરમાં વારંવાર હાનિકારક પદાર્થો ઠાલવ્યા કરીએ...


ત્યારે -

આ સોજો 'અસાધ્ય' બની જાય છે...

જે શરીર માટે ભારે હાનિકારક છે.


ડો. લુન્ડેલ અત્યંત જવાબદારીપૂર્વક લખે છે કે -

"હૃદય રોગથી બચવા માટે તબીબો જે પ્રકારનો આહાર લેવાનું દર્દીઓને કહેતા આવ્યા છે...

એ 'આહાર' જ હૃદય રોગ માટે કારણભૂત બને છે !!" 


તેમના જણાવ્યા મુજબ -

ઓછી 'ચરબી' અને વધુ 'કાર્બોહાઇડ્રેટ્સ' ધરાવતો આહાર ધમનીના સોજાનું કારણ બને છે. 

કોઇ પણ વ્યક્તિને હૃદય રોગ થાય...

ત્યારે -

ડોક્ટરો તેને ઘી-તેલ જેવા ચરબીયુક્ત પદાર્થો આહારમાં લેવાની મનાઇ ફરમાવે છે. 


તેને બદલે -

તેમને ઓછું કોલેસ્ટરોલ અને વધુ ઓમેગા-૬ ધરાવતાં સોયાબીન, મકાઇ અને સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. 


ડો. લુન્ડેલ કહે છે કે -

આ પ્રકારનો આહાર જ ધમનીના સોજા માટે જવાબદાર છે.

એક સરખામણી આપતાં તેઓ કહે છે કે - 

જો તમે ચામડી ઉપર દરરોજ સૂકું બ્રશ ઘસ્યા કરો તો શું થાય ?

લાલ ચાંદા પડી જાય...

અને,

તેમાંથી લોહી નીકળવા લાગે....


ત્યાર પછી પણ -

તમે બ્રશ ઘસવાનું ચાલુ રાખો તો શું થાય ? 


ત્યાં 'સોજો' આવી જાય અને પીડા થાય !!


ડો. લુન્ડેલ કહે છે કે -

બ્રશથી જે રીતે બાહ્ય ચામડી ઉપર ઇજા થાય છે...

તેમ -

'રૂક્ષ' આહાર લેવાથી અંદરની ધમનીઓને ઇજા થાય છે.


આ ઇજાગ્રસ્ત ધમનીઓમાં -

લોહીનું પરિભ્રમણ ઘટી જતાં...

હૃદય ઉપર 'દબાણ'આવે છે અને હાર્ટ એટેક આવે છે.

હૃદય રોગના ભયથી -

અમેરિકાની અને મોટા ભાગના વિકાસશીલ દેશોની પ્રજા...

ઓછી 'ચરબી' અને વધુ 'શર્કરા' ધરાવતો આહાર લેવા લાગી છે. 



બજારમાં -

હૃદય રોગ સામે કહેવાતું રક્ષણ આપતાં ખાદ્ય પદાર્થોનો ખડકલો થયો છે.


લોકો જે બટાટાની ચિપ્સ ખાતાં હોય છે...

તેને પણ 'સોયાબીન' ના તેલમાં તળવામાં આવી હોય છે.

પ્રોસેસ્ડ ફૂડમાં ઓમેગા-૬ તેલોનો બહોળો ઉપયોગ થાય છે. 


આ પ્રકારના ખોરાકને કારણે -

શરીરમાં ચરબી વધે છે...

અને,

ધમનીઓ 'પહોળી' થાય છે.


આ પ્રકારનો આહાર નિયમિત લેવાને કારણે જ -

ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ અને છેવટે અલ્ઝાઇમર્સની બીમારી થાય છે.


આ વાત -

આજના ડોક્ટરો આપણને જણાવતા જ નથી.

ડો. લુન્ડેલ આખી વાતનું સમાપન કરતાં કહે છે કે -

કોલેસ્ટરોલથી બચવા માટે...

આપણે જે પ્રોસેસ કરેલો આહાર ખાઇએ છીએ તે જ આહાર - 

હૃદય રોગ 'પેદા' કરે છે અને તેને 'વકરાવે' છે !! 


તેને બદલે -

જો આપણે ઘી, તલનું તેલ, માખણ વગેરેના સ્વરૂપમાં સંતૃપ્ત  ચરબીયુક્ત આહાર ગ્રહણ કરીએ...

તો,

તેમાં ઓમેગા-૬નું પ્રમાણ ઓછું હોય છે...

અને,

તે હૃદય માટે લાભકારક બને છે.


જો આપણે હૃદય રોગથી બચવું હોય...

તો -

આપણાં દાદીમા જે ખોરાક ખાતાં હતાં...

એ ખોરાક આપણે પણ ખાવો જોઇએ !!


આપણાં દાદીમાં -

રસોઇમાં 'તલ' ના તેલનો અને 'ગાયના ઘી' નો છૂટથી ઉપયોગ કરતા હતા...


ગાયના ઘીમાં -

જે કોલેસ્ટરોલ છે...

તેને તબીબી ભાષામાં 'ગુડ કોલેસ્ટરોલ' કહેવામાં આવે છે.


આ ગુડ કોલેસ્ટરોલ -

હૃદય અને કિડની માટે લાભદાયક છે.


આપણું હૃદય એક 'યંત્ર' છે.


કોઇ પણ યંત્રને સારું ચલાવવું હોય...

તો-

તેમાં વારંવાર ' લ્યુબ્રિકન્ટશ' (ઉંજણ) કરવું પડે.


ગાયનું ઘી અને તલનું તેલ હૃદય નામના યંત્રને 'સ્નિગ્ધ' બનાવવાનું કામ કરે છે,

જેને કારણે તે લાંબું ચાલે છે.


આજકાલ ડોક્ટરો -

જે પામ ઓઇલ, સોયાબીનનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે લેવાની સલાહ આપે છે...

તેમાં -

ગુડ કોલેસ્ટરોલ ઓછું હોય છે...

અને,

બેડ કોલેસ્ટરોલ વધુ હોય છે !


ડોક્ટરોની આ ઊંધી સલાહને કારણે -

લોકો હૃદયરોગનો ભોગ બની રહ્યા છે.


જેઓ હૃદયને હેમખેમ રાખવા માગતાં હોય...

તેમણે આ વાત સમજી લેવી જોઇએ.

- સમકિત શાહ

સૌજન્ય :-

ગુજરાત મિત્ર ('ટુ ધ પોઇન્ટ') 

તા. ૦૬, એપ્રિલ, ગુરુવાર



નવકાર અને ભક્તામર સ્ત્રોત્ર

       🙏🙏 નવકાર અને ભક્તામર સ્ત્રોત્ર   🙏🙏

વિશ્વ વિખ્યાત ભારતીય પાર્શ્વ ગાયિકા ૮૫ વર્ષના પરમ આદરણીય લતા મંગેશકરે ભક્તામર સ્તોત્ર ની ૪૮ ગાથાઓ શુદ્ધ અને સ્પષ્ટ સ્વરૂપે સ્વરબદ્ધ કરી છે તે અહિયાં પ્રસ્તુત કરી છે. આપને વિનમ્ર નિવેદન છે કે આપ આ લીંક ને બુકમાર્ક કરી રાખો. વિભિન્ન માંત્રિક શક્તિ પ્રદાનકારક આ સ્તોત્ર આપની અનુકુળતા મુજબ નિત્ય સવાર ના શ્રવણ કરવાથી આપને અચૂક ફાયદાકારક રહેશે. 🙏🙏





નવકાર મંત્ર વિષે વધુ માહિતી 




Saturday, August 17, 2019

એક સરસ મઝાની બોધ કથા

ધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર.."


કુંભારે તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો..!!!


💢


એ ત્રીજા ગધેડાને રોકનાર, અટકાવનાર શું હતું ?


- શું એની પાસે તક નહોતી ?

- શું એની પાસે (ચાલવા માટે) માર્ગ નહોતો ?

- શું તેની સામે (મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું) ઉદાહરણ નહોતું ?

- શક્તિ નહોતી ?

- સપોર્ટ નહોતો ? (એનો માલિક એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!)

.

.

બધું જ હતું..


તો પછી,

એને ચાલવાથી શું/કોણ રોકતું હતું ?


મિત્રો,

આપણી સાથે પણ એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે..


આપણે (કાલ્પનિક રીતે) આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..


- મને સંકોચ થાય છે..

- મને શરમ આવે છે..

- મને તક નથી મળતી..

- મને કોઈ સપોર્ટ નથી મળતો..

- મને માર્ગ નથી મળતો..

- મારાથી આ નથી થઈ શકે 

મને કોઈ પૂછતું નથી.

મને કોઈ રાખતું નથી.

મને કોઈ હોદ્દા આપતું નથી.

તેમ..

વગેરે.. વગેરે..


આ બધાં આપણને ફોગટના બાંધી રાખતાં દોરડાઓ છે..


આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..


જેને ઉડવું છે - એને આકાશ મળી રહે છે..


જેને ગાવું છે - એને ગીત મળી રહે છે..


જેને ચાલવું છે - એને દિશા મળી જ રહે છે..

હનુમાન મંદિર






બે જાણવા જેવા ટૂંકા પ્રવર્ચનો


મહાન જાદુગર કે.લાલ વિષે નો અદભુત કિસ્સો 




બાળકો ને સેલફોન આપતા પહેલા વિચારવા જેવી વાત



 




જીવનમા અતી ઉપયોગી માહીતી


મેડીકલ ફીટનેસ ::

------------------------


       હાઈ બી.પી. 

          ---------------


૧૨૦/૮૦    -  નોર્મલ 


૧૩૦/૮૫    -   નોર્મલ (કંટ્રોલ)/ મોટી ઉમ્મરે હોઈ શકે 


૧૪૦/૯૦    -  હાઈ અને કંટ્રોલ કરવાની જરૂરિયાત 


૧૫૦/૯૫   -  ચિંતાજનક હાઈ અને ડોક્ટર ની સલાહ/સારવાર તુરંત કરાવવી 



         લો બી.પી.

        --------------

૧૨૦/૮૦   - નોર્મલ 


૧૧૦/૭૫   -  અસાધારણ પણ ચિંતાજનક નહિ 


૧૧૦/૭૦    -  લો બી.પી. અને કંટ્રોલ કરવું જરૂરી 


૯૦/૬૫    -  વધારે પડતું લો - ચિંતાજનક - ડોક્ટર ની સલાહ/સારવાર તુરંત કરાવવી 


             હેમોગ્લોબીન 

            ------------------- --


પુરુષો માં  ૧૩ - ૧૭ 


સ્ત્રીઓ માં  ૧૧ - ૧૫ 


આર બી સી કાંઉંટ - ૪.૫૦ - ૫.૫૦ મિલીયન  (રેડ બ્લડ સેલ - લાલ રક્તકણો નું પ્રમાણ)


 --------------------------------------

       પ્લસ / ધબકારા

          -----------

દર મીનીટે ૭૨  - સામાન્ય / સ્ટાન્ડરડ 


દર મીનીટે ૬૦ - ૮૦  નોર્મલ                                     


દર  મીનીટે ૪૦ -૧૮૦ એકદમ અસાધારણ / ચીન્તાજંક                                           


 ---------------------------------------

 શરીર નું ઉષ્ણતામાન/ટેમ્પરેચર 

          ---------------------

૯૮.૪ ડીગ્રી ફેરેનહાઈટ  સામાન્ય


૯૯ ડીગ્રી અને તેનાથી ઉપર - તાવ આવ્યાની સ્થિતિ  


************************************************************************


હાર્ટએટેક અને પાણી"


તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે

સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.


હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !

માહિતી રસપ્રદ છે.


બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.


પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું

પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ------


(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.


(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.


(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.


(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.


(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો સ્નાયુઓને  પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.


૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....


(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.


(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ

માત્રામાં અસર હોય છે.


(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.


(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.


(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,

ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.


(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય. મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર

દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.


(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ. પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક

રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.


એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો?


આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.




આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે,

અળવીના પાનના ગુણો

અળવીના પાનને પસંદ કઈ રીતે કરવા:


અળવીના પાન ઘેરા લીલા રંગના મધ્યમ આકારના પાનને પસંદ કરવા. પાનની દાંડી કાળા રંગની હોય તે જોવું. મકાઈ પાતળ ભાજી કે પાતળ ભાજી બનાવવા માટે ચોમાચામાં ખાસ નાના કુણા પાન મળે છે તેનો ઉપયોગ કરવો. ભાજી વધુ સ્વાદિષ્ટ બને છે. પાનની દાંડી તથા નસને હળવે હાથે ધારદાર ચપ્પુથી કાપી લેવી. નાની કાતરનો ઉપયોગ પણ કરી શકાય છે. પાન તાજા લેવા. કાળા પડી ગયેલાં કે ચીમળાઈ ગયેલાં પાનનો ઉપયોગ ટાળવો. ફ્રિઝમાં રાખેલાં પાનને બદલે બનાવવા હોય ત્યારે જ ખરીદીને ઉપયોગ કરવો હિતાવહ છે. ફ્રિઝમાં રાખવા હોય તો સ્વચ્છ કોરા કપડાંમાં વિંટાળીને તેને બે-ત્રણ દિવસ રાખી શકાય છે.


-----------------------


અળવીના પાનના ગુણો જાણી લઈએ


એન્ટિઑક્સિડન્ટના ગુણો ધરાવે છે: વિટામિન સીની માત્રા પાનમાં ભરપૂર સમાયેલી છે. શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટિઑક્સિડન્ટની માત્રા પૂરી પાડે છે. શરીરને અનેક રોગથી બચાવે છે. ફ્રિ રેડિકલ્સથી બચાવે છે જે કૅન્સર થવાનું એક કારણ ગણાય છે.


રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે: એક મોટા અળવીના પાનમાં ૮૬ ટકા વિટામિન સીની માત્રા સમાયેલી હોય છે. જે શરીરના રોગપ્રતિકારક તંત્રને સુધારવા માટે પૂરતી ગણાય છે. આથી જો એક પાનનો ઉપયોગ પણ આહારમાં વિવિધ રીતે કરવામાં આવે તો શરીરની સક્ષમતા વધી જાય છે.


આંખોનું તેજ વધારે છે: પાતરાંના પાનમાં વિટામિન સીની સાથે વિટામિન એ ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. વ્યક્તિની રોજની જરૂરિયાત ફક્ત પાનનો આહારમાં ઉપયોગ કરવાથી પૂર્ણ થાય છે. આંખોની સમસ્યાથી બચી શકાય છે. લીલાં શાકભાજી આમ પણ આંખની તંદુરસ્તી માટે જરૂરી ગણાય છે. ચોમાસામાં ખાસ મળતાં અળવીના પાનનો ઉપયોગ અચૂક કરવો જોઈએ.


વજન ઘટાડવામાં મદદરૂપ: અળવીના પાનમાં ફેટનું પ્રમાણ જોવા મળતું નથી. વળી પ્રોટિન ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. શરીરની ચરબી ઉતારવાની સાથે મસલ્સ વધારે મજબૂત બને તે માટે પ્રોટિનયુક્ત આહાર લેવો જોઈએ. પાતરાંને બાફીને કે વઘારીને તેનો ઉપયોગ કરવો. તળેલાં પાતરાં ચરબી અચૂક વધારશે. 


બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : અળવીના પાનમાં ઓમેગા ૩ ફેટી એસીડ પણ સમાયેલ છે. રક્તકોષિકામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય તે માટે પૂરતાં હાર્મોન્સનુ નિર્માણ પણ કરે છે. આમ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાથી બ્લડ પ્રેશરની તકલીફમાં રાહત મળે છે. 


એનિમિયાની તકલીફમાં રાહત: અળવીના પાનમાં આયર્નની માત્રા પણ ભરપૂર છે. જે લાલ રક્તકણોને બનાવવામાં મદદ કરે છે. વળી વિટામિન સીની માત્રા આયર્નને યોગ્ય રીતે શરીરમાં ભેળવવામાં મદદ કરે છે. જે લાલ રક્તકણોનું કામ શરીરમાં સરળ બનાવે છે. અળવીના પાનને ક્યારેય કાચા ન ખાવા તેને પાણીમાં થોડો સમય રાખ્યા બાદ બરાબર ધોઈને સૂકા કરીને વાપરવા.પાતરવેલિયા બનાવવાને કડાકૂટ ન ગણી વરસાદી મોસમમાં ઘરે જ બનાવીને શુદ્ધ-સાત્વિક ફરસાણનો આનંદ માણવાનું રખે ચૂકતાં!


મકાઈ પાતળ ભાજી બનાવવાની રીત: ૧ નંગ મકાઈના દાણા, ૧ ઝૂડી પાતરાંના નાના પાન, ૧ કપ ચણાની દાળ, ૨ કળી લસણ, ૧ ચમચી અજમો, ૧ ચમચી ઘી, ૧ ચમચી માખણ, કીચનકિંગ મસાલો ૧ ચમચી, હિંગ જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે,૧ નાનો ટુકડો ગોળ, ૧ ચમચી આદુંમરચાંની પેસ્ટ,૧ ચમચી લીંબુનો રસ, સજાવટ માટે બાફેલાં મકાઈદાણા તથા આદુંની કતરણ.


બનાવવાની રીત: ચણાની દાળને તથા મકાઈના દાણાને બાફી લેવા. 


એક કડાઈમાં ઘી-માખણ ગરમ કરી અજમાથી વઘાર કરો. તેમાં ચણાની દાળ, મકાઈના બાફેલા દાણા વઘારવા. થોડું પાણી નાખી થોડી વખત પકાવો. અળવીના પાનને ઝીણાં સમારીને ભેળવો. સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, આદું મરચાંની પેસ્ટ, ગોળ, કિચન કિંગ મસાલો નાખી બરાબર સીઝવો. ગેસ બંધ કરીને લીંબુનો રસ ભેળવો. સર્વ કરતી વખતે ઉપરથી મકાઈના દાણા તથા આદુંની લીંબુ-મીઠું લગાવેલી કતરણથી સજાવી ગરમાગરમ પીરસો. કૂણા પાનનો ઉપયોગ કરવાથી ભાજી અત્યંત સ્વાદિષ્ટ બનશે. 


Tuesday, August 13, 2019

શ્રદ્ધાની આવશ્યકતા

પૂ. ભાઈ: 


                  વ્યવહારમાં પણ શ્રદ્ધાની આવશ્યકતા છે. આપણે હરેક કાર્ય શ્રદ્ધાથી કરીએ છીએ. કોઈ પણ કાર્યની પાછળ આપણને શ્રદ્ધા હોય છે. બાળકોને માતાપિતા ઉપર શ્રદ્ધા હોય છે. આ તમારાં (મુકુંદ-મીરાં મારી સાથે હતાં.) બાળકો છે ને? એમને છે કશી ચિંતા? એ કઈ રીતે મોટાં થાય છે? તમારા પરની શ્રદ્ધાથી. એમને એટલું યાદ છેઃ અમારે માતા-પિતા છે અને તેઓ અમારી સંભાળ લેશે. તેવી જ રીતે માતા-પિતાને બાળકો ઉપર શ્રદ્ધા હોય છે. બાળકો મોટાં થશે, અમુક રીતે ભણશે, અમુક રીતે કમાશે, અમુક રીતે આપણને સંભાળશે એમ મા-બાપ વિચાર કરતાં નથી. તો તેમને વાત્સલ્ય આપી શકે જ નહિ. આમ માતાપિતા પણ બાળકોને શ્રદ્ધાથી મોટાં કરે છે. વ્યવહારમાં દરેક કાર્ય શ્રદ્ધાથી થાય છે.


               ચોરને ખરાબ કૃત્યમાં પણ પોતાના સાથીઓ પ્રત્યે શ્રદ્ધા હોય છે. તેને જોરે જ તે લાંબા ગાળા સુધી ચોરીમાં રચ્યોપચ્યો રહે છે. કોઈ બુદ્ધિ કે તર્કમાં માને તેને પણ તેમાં શ્રદ્ધા હોય છે. આમ કોઈ પણ અવસ્થાએ માણસને શ્રદ્ધા હોય છે. શ્રદ્ધામાં ન માનતો હોય તેને પણ કશાકમાં શ્રદ્ધા હોય છે. “મને શ્રદ્ધા નથી” એમ કહેનારને પણ શ્રદ્ધા ન હોવામાં શ્રદ્ધા હોય છે.


           તો આપણે શા માટે શ્રદ્ધા ન રાખવી? આધ્યાત્મિક જીવનમાં લાખો ભક્તો અને ભાગવતપુરષો થઈ ગયા છે. તેમણે અનુભવને બળે શ્રદ્ધાનો પુરસ્કાર કર્યો છે. તેમને જગત પ્રત્યે કશી અપેક્ષા ન હતી, તેમને કીર્તિ કમાવી નહોતી. તેઓ કેવળ નિઃસ્પૃહ હતા. છતાં તેમણે પોતાના અનુભવને બળે ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું કહ્યું છે. તેમને ઢોંગ કરવાનું કે ખોટું બોલવાનું કોઈ કારણ નહોતું. વળી, કંઈ એક નહિ, પરંતુ માનવજાતના ઇતિહાસમાં આવા લાખો સ્ત્રી-પુરુષો થઈ ગયાં છે. બધાં ખોટાં ન હોઈ શકે. તો આપણે તેમના વચનોમાં અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ નથી.


             બુદ્ધિને મર્યાદા છે. તે વસ્તુને એકસાથે સમગ્રતાથી સમજી શકતી નથી. તે વસ્તુનું પૃથક્કરણ કરે છે. તેના ટુકડા કરે છે ને ટુકડે ટુકડે સમજે છે. સમગ્ર વસ્તુને તે એકસાથે સમગ્રતાથી સમજી શકતી નથી. તેથી બુદ્ધિનું દર્શન ખંડદર્શન છે, પૂર્ણદર્શન નથી. તેથી બુદ્ધિ જે પરિણામ ઉપર આવે તેના પર આધાર રાખવા જેવું નથી.


               બાહ્ય-જગતને વિજ્ઞાન ઑબ્જેક્ટિવ (objective – વસ્તુલક્ષી) રીતે સમજે છે. તે વસ્તુને પ્રયોગશાળામાં લાવી શકે છે. તે એક પ્રકારની પ્રયોગશાળા છે. બીજી આંતરિક પ્રયોગશાળા પણ છે. તેના પ્રયોગો આંતરિક ચેતનામાં થાય છે. તેનું પણ વિજ્ઞાન છે. તેના પણ વૈજ્ઞાનિકો છે. આધ્યાત્મિક પુરષો પોતાની આંતરિક ચેતનામાં તેના પ્રયોગો કરે છે. અને તેઓ પણ એક પ્રકારનું જ્ઞાન મેળવે છે. બાહ્ય પ્રયોગોથી જગતને જાણી શકાય તે સાચું અને આવા અધ્યાત્મ પુરુષોનું આંતર-દર્શન ખોટું એમ માનવું તે બરાબર નથી.


                 બુદ્ધિ જ પૂર્ણ છે એવું નથી, એ સર્વસ્વ નથી. એ સિવાય પણ સત્યનું દર્શન કરવાની અવસ્થા, શક્યતા અને શક્તિ આપણામાં છે. પશુજગતને instinct (ઈન્સ્ટિન્ક્ટ–પ્રેરણા) છે. વનસ્પતિજગતમાં આ બાબત ઘણી પ્રાથમિક અવસ્થામાં હોય છે. મનુષ્યમાં પણ instinct (ઈન્સ્ટિન્ક્ટ–પ્રેરણા) તો છે. પણ તે ઉપરાંત બુદ્ધિ પણ છે, પણ એ બુદ્ધિ એ છેલ્લું પગથિયું નથી. તે પછી પગથિયાં ન હોય તેમ માનવાને કારણ નથી. નીચે બે પગથિયાં છે તો ઉપર પણ પગથિયાં હોઈ શકે. જે પગથિયે ઊભા હોઈએ તે છેલ્લું જ છે એમ માનવાને કોઈ કારણ નથી. 


            બુદ્ધિથી ઉપર ઇન્ટ્યુઈશન (intuition - અંતઃસ્ફફૂરણા, સહજજ્ઞાન) અને રિવીલેશન (revealation-બધું પ્રગટ, પ્રાગટ્ય; પ્રગટીકરણ) છે. બુદ્ધિ કરતાં એ વધારે પૂર્ણ અને સ્પષ્ટ દર્શન કરાવે છે.


              રિઝન (reason – કારણ)થી વસ્તુને માણી શકાતી નથી. ફેઇથ (faith - શ્રદ્ધા)થી, હૃદયથી માણી શકાય છે. સાંજનો સમય હોય, સમુદ્ર ઊછળી રહ્યો હોય, સૂર્ય આથમતો હોય, અને તેનો સોનેરી પ્રકાશ સમુદ્રમાં રેલાતો હોય, એ મજાનું દૃશ્ય છે. આ દૃશ્યને હૃદય માણી શકે, બુદ્ધિ ન માણી શકે. કોઈ તેના સંગીતમાં મગ્ન થશે, તો કોઈ ચિત્રકાર રંગોમાં મસ્ત થશે. આ માણનાર એક આનંદથી નાચી ઊઠશે. એ પોતાની જાતને ભૂલી જ મસ્તીનો આનંદ લેશે; જ્યારે બુદ્ધિ આ દૃશ્યને જોવા જશે તો તેને પ્રકાશ અને તેના વક્રીભવન કે પાણી અને મોજાં સિવાય કશું હાથમાં નહિ આવે. તે સૌંદર્યનું ચાર્મ (મનોહારિતા) ખોઈ બેસશે. મેઘધનુષ્યના મનોહર રંગો-જોવાથી મસ્તી આવી શકે, પરંતુ વિશ્લેષણ કરવા બેસીએ તો સફેદ રંગમાં સાત રંગો રહેલા છે તેવા શુષ્ક જ્ઞાન સિવાય કશું નહિ મળે.


            દિવ્ય શક્તિમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. તેનું ખાસ કારણ છે. Divinity (દિવ્ય શક્તિ)એ આ વિશ્વનું સર્જન કર્યું છે. પોતાના સર્જનમાં ડિવિનિટીને interest (રસ) છે. દરેકને પોતાના સર્જનમાં રસ હોય છે. જો પોતાના સર્જનમાં રસ ન હોત તો ડિવિનિટી આ સર્જન કરત નહિ. તેને આપણમાં રસ છે, તો આપણને તેનામાં રસ હોવો જોઈએ. આપણે પણ શ્રદ્ધાથી તેનામાં રસ ધરાવી શકીએ તો તેને પામી શકીએ. તે આપણે માટે ખૂબ ઉત્સુક છે, પણ આપણે બુદ્ધિ લડાવીને તેનાથી દૂર ભાગીએ છીએ. તેને પામવા હૃદય જોઈએ – શ્રદ્ધા જોઈએ. તર્ક લડાવીશું તો કશું વળશે નહિ. તો દિવ્યતા પણ તમને દૂર મૂકી દેશે. તે કહેશે “હવે તમે તમારા પ્રયત્ન ઉપર મુસ્તાક છો, તો જાતે પામો.” બાળક નાનું હોય અને માતાપિતા પર નિર્ભર હોય, તો માતા-પિતા તેની કાળજી લેશે. પણ બુદ્ધિ આવતાં તે સ્વતંત્ર થઈ જશે, તો માતા-પિતા માનશે કે હવે આપણી તેને જરૂર નથી. તો તેઓ તેની કાળજી લેતાં બંધ થશે. તે રીતે બુદ્ધિથી આપણે ડિવિનિટીથી દૂર થઈશું તો તે પણ આપણી સંભાળ લેવાનું છોડી દેશે. માટે ભગવાન પર સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે. અને સાચું તો છે તેનું નામસ્મરણ.


                                    ******

પુસ્તક: રમાનાથનો અમૃતબોધ

સંકલન: વ્રજલાલ વઘાસિયા

Sunday, August 11, 2019

કાઠીયાવાડી જલશો ....


કવિ કાગ ની એક અદભુત રચના 


                                                                                                                                                                                                              🙏                             

પૃથ્વી તણો પિંડો કર્યો

રજ લાવતો ક્યાંથી હશે ?

                                                                                                                                                        

જગ ચાક ફેરવનાર

એ કુંભાર બેઠો ક્યાં હશે ?

                                                                                                                                                      

આકાશના ઘડનારના ઘરને

ઘડ્યા કોણે હશે?

                                                                                                                                                                  

અવકાશની માતા તણા

કોઠા કહો કેવડા હશે?

                                                                                                                                                     

કહે કાગ સર્જક સર્પનો

કેવો કઠીન ઝેરી હશે

                                                                                                                                                           

પવને સુગંધ પ્રસરાવતો

મારો લાડીલો કેવો લહેરી હશે

                                                                                                                                                   

આ જાણવા જોવા તણી

દિલ ઝંખના ખટકી રહી

                                                                                                                                                            

બ્રહ્માંડમાં ભટકી અને

મારી મતિ અંતે અટકી રહી



૩૭૦ની કલમ હટાવ્યા પછી એક દાદાએ સત્સંગ ની સભામાં મોદી માટે ગીત ગુજરાતી લોકગીતના ઢાળ સાથે ગાઇને હાજર સર્વેને પુલકિત કરી દીધા.


ભગવદ ગીતા - અધ્યાય ૧૨ ભક્તિયોગ શ્લોક ૧૮ નો ભાવાર્થ

📖શ્રીમદ્ ભગવદ્ ગીતા📖


અધ્યાય: ૧૨ ભક્તિયોગ

શ્લોક:- ૧૮ ભાવાર્થ-૧


समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः।

शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः।।૧૨.૧૮।। 


શબ્દાર્થ:-

જે શત્રુ તથા મિત્રમાં સમાનભાવ રાખે છે, માન-અપમાનમાં સમ છે, ટાઢ-તડકો, સુખ-દુઃખમાં સમ છે, તથા સંગથી રહિત (આસક્તિ વગરનો) છે ।।૧૨.૧૮।।


ભાવાર્થ:-

            શુભાશુભપરિત્યાગી થયા પછી પ્રભુ કહે છે કે જેમ તેં શુભ-અશુભ સૌનો પરિત્યાગ કર્યો છે, તેમજ તારે समः शत्रौ च मित्रे च થવાનું છે. શત્રુ કે મિત્ર પ્રતિ સમભાવે રહેવાનું છે. શત્રુનો તિરસ્કાર નથી કરવાનો કે મિત્રમાં જ ઓળઘોળ થઈને નથી અટવાવાનું!!!


            આપણને એમ સહજ વિચાર આવે કે યોગમાર્ગે ચાલનારા સાધકને, જેણે अद्वेष्टा: सर्वभूतानाम् થી ગુણ સંપાદન, ગુણ સંવર્ધનની શરૂઆત કરી છે અને શુભાશુભપરિત્યાગી સુધીની સફર સર કરી છે, તેને શત્રુઓ હોય??? મિત્રો હોય?? તે તો આ જગતમાં ફરે ત્યારે "वासुदेव सर्वम्" ની ભૂમિકાથી ફરતો હોય. સઘળે પ્રભુ નીરખતો હોય. તેને શત્રુ કે મિત્રો કેવી રીતે હોય??


            ખરેખર તો એક વાત સત્ય છે કે આ સાધકે, પોતે ગમે એટલો જીવનવિકાસ કરે, પરંતુ રહેવાનું તો આ જગતમાં જ છે. એ પોતે યોગમાર્ગે ઉર્ધ્વગતિ પામ્યો છે, પરંતુ દુનિયા તો હજી ત્યાંની ત્યાં જ છે. લોકોની વિચારશૈલી, વિચારશક્તિ તો હજી પ્રાથમિક અવસ્થાની, તર્કશૂન્ય, છીછરી, સ્વાર્થી, ફાયદાવાદી જ છે. લોકો જ્યારે આવા વિકસિત પુરૂષને જુએ છે, ત્યારે તેમનાથી એ દેખ્યે ખમાતું નથી અને તેથી તેઓ એ સાધકના ટાંટિયાખેંચ કરવાના પ્રયાસો કરે છે.


            કોઈપણ નવું કામ, જૂદુ કામ, ચીલાચાલુ કરતાં વિશિષ્ટ કામ, શરૂ થાય એટલે લોકો તેમાં ઘોંચપરોણા કરવા લાગે. જે તે વ્યક્તિ / કાર્ય / પ્રવૃત્તિ પાંચ તબક્કામાંથી પસાર થાય…..


૧. ઉપહાસ - પ્રથમ તબક્કામાં લોકો તે કાર્યની / કાર્ય કરનારની મશ્કરી-ટીખળ કરે. બિલકુલ નિ:સ્વાર્થ ભાવે!!! એમને એમાંથી કશું મળવાનું ન હોય!!! છતાં આટલા બધા બગલાની વચ્ચે એક હંસ, જે આમ દેખાવે સરખો છતાં ગુણોથી બહુ જુદો છે. તેથી બધા બગલાઓ કલરવ મચાવી દે છે કે તું અમારી જેમ માછલા / જીવડા / ઈયળો કેમ નથી ખાતો??? પથરા (મોતી) શું શોધે છે?? એમાંથી શું મળે?? સાવ અક્કલ વિનાનો છે!!!


૨. ઉપેક્ષા - જે કાર્ય / સાધક ઉપહાસની પગથી સહીને ઓળંગી જાય, તો ત્યારબાદ લોકો તેમની ઉપેક્ષા કરે. તેમની સામે ન જુએ, નોંધ પણ ન લે, તેમને ક્ષુલ્લક ગણે. આ એક-એક પગથી નાની લાગે, પરંતુ પાર કરવી બહુ અઘરી છે. વિશ્વના કોઈપણ ખૂણે, કોઈપણ કાર્યે, આ ચક્કીમાં પીસાવું જ પડે છે


૩. વિરોધ - ઉપેક્ષાની પગથી પાર કરી જાય ત્યારે લોકોથી તે ખમાતું નથી. જનમાનસનો ego hurt થાય છે. એમને એમ થાય છે કે આપણે ઉપેક્ષા કરીએ છીએ પણ આ તો આગળ જ વધતાં જાય છે. તેથી તેઓ ષડયંત્રો કરે છે, દોષારોપણ કરે છે, યેનકેન issue ઉભા કરી વિરોધ કરે છે. તેના માટે વ્યક્તિગત તેમજ સંસ્થાગત એલફેલ આરોપો કરે છે. તોયે દાળ ન ગળે તો ચરિત્રહનનનો અંતિમ પ્રયાસ કરે છે.


૪. પ્રશંસા - જો કે આ વિરોધનો કોઠો પણ પસાર થઈ જાય તો અતિ લપસણી પગથી એટલે પ્રશંસા. વિરોધ કરનારા જેમ એલફેલ વિરોધ કરે તે જ રીતે પ્રશંસા કરતી વખતે પણ ઢંગધડા વગરની, અમર્યાદિત, કપોળ કલ્પિત વાર્તાઓ ઘડીને પ્રશંસા કરે છે. ૩ પગથી પસાર કરેલા ઘણા કાર્યો / સાધકો આ પગથી પર આવીને આ પ્રશંસાના ધોધમાર પૂરમાં તણાઈ જાય છે.


૫. અનુસરણ - આ ૪ કોઠા જે પસાર કરી જાય તે કાર્યને / કાર્યકરને / સાધકને જનસમૂહ અનુસરે છે. પડ્યો બોલ ઝીલે છે.


            પરંતુ ઉપરની ચાર પગથી પાર કરવાના સમયગાળા દરમ્યાન સાધકની દ્રષ્ટિ તો સૌ પ્રત્યે સમ જ હોય. પરંતુ સામાન્યજન તેના તરફ મિત્રતા કે શત્રુતા રાખે અને છડેચોક વ્યક્ત પણ કરે. આવા પ્રસંગોએ સૌ તરફ સાધકે સમદ્રષ્ટિ રાખવાની છે. મિત્રભાવ રાખનારની ખોટી favour કરવાની નથી કે શત્રુભાવ રાખનાર પ્રત્યે દ્વેષ કે ક્રોધ કરવાનો નથી. સાધકે તો એમ જ સમજવાનું છે કે આ મિત્રભાવ કે શત્રુભાવ મોકલનાર પ્રભુ છે. પ્રભુ પરણવા પહેલા મારી કસોટી કરે છે.


            यथा चतुर्भि कनकं परिक्ष्यते निर्घषणच्छेदन तापताडनैः। પરીક્ષણ સોનાનું જ થાય. તેમ પ્રભુ પણ સાધકની જ પરીક્ષા કરે છે. પ્રભુના ગુણો જીવનમાં કેળવી જે પ્રભુપદ પામવાનો છે, તેની પરીક્ષા ભગવાન સ્વયં લે છે, લોકોને નિમિત્ત બનાવીને.


           સાધક જો કનખલમાં જઈને બેસી રહેવાનો હોય તો તેને કંઈ ના થાય. પરંતુ પ્રભુ એવા જોગટાની વાત નથી કરતા. પ્રભુ તો "સંસારમાં સરસો રહે ને મન મારી પાસ" એવા યોગીની /  ભક્તની વાત કરે છે. તેના ગુણો સમજાવે છે. જે પ્રભુની નજીક પહોંચ્યો છે, તે કોઈને મિત્ર કે શત્રુ ન સમજે. તે તો સૌને એક જ પ્રભુના દીકરા હોવાના નાતે ભાઈ સમજે. પરંતુ લોકોનું માનસ એવું વિકસિત ના હોય, તેથી કેટલાંક લોકો સાધકની કનડગત કરે, અને કેટલાક લોકો માત્ર પોતાના માનસિક સહારા માટે તેમને પૂજે.


            પ્રભુ સ્વયં જ્યારે કૃષ્ણ અવતાર લઈને આવ્યા ત્યારે તેમને અસંખ્ય લોકો એવા મળ્યા છે કે જે તેમના પર સર્વસ્વ ન્યોછાવર કરે. અને અસંખ્ય લોકો એવા પણ મળ્યા છે કે જે તક મળતા જ કૃષ્ણની ગરદન ઉડાડવા તત્પર હતા. તો પછી સામાન્ય સાધકનું તો પૂછવું જ શું?? પ્રભુ કહે છે કે જીવનમાં મળતા પ્રત્યેક મિત્ર કે શત્રુ પ્રત્યે સમભાવ રાખવાનો છે.


             સમભાવનો અર્થ એવો નથી કે બેઉને સરખા જ ગણવાના. એક જ લાઠીએ હાંકવાના. સમભાવ રાખવાનો અર્થ એ છે કે નિષ્પક્ષપાતી રહેવું. મિત્ર આપણો પોતીકો છે અને શત્રુ પરાયો છે, એવું નહીં. એ બંને પ્રભુના છે. તેમણે પણ અંતે પ્રભુ પાસે જ જવાનું છે. પ્રભુ જ તેમનું પણ જીવન ચલાવે છે. જેનું જીવન પ્રભુ ચલાવે છે, તેના તરફ મારાથી દ્વેષભાવે કેમ જોવાય?? તેથી તે દરેક પ્રત્યે પ્રભુભાવે જુએ, આ જ છે સાચો સમભાવ.


પ્રભુના જ દીકરા, મળ્યાં જે  મિત્ર-શત્રુ ભાવે

ચકાસણી તપાસણી કાજ ખુદ ખુદા મોકલાવે

_______


સંદર્ભ: શ્રીમદ્ ભગવદ્ ગીતા

ઑડિયો : પરવાનગીની અપેક્ષા સહ

---------------------------------------------------------------------------------

                                     * ઋણ સ્વીકાર *



ટીમ

✍🏼

Limited 10પોસ્ટ


(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં કોઈ ફેરફાર ન કરવો)


[34 ગ્રુપ, 8000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારું Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]


જોડાઓ, અમારી સાથે

વોટ્સએપ: 07041143511

ટેલિગ્રામ:

https://t.me/limited10post


Jai shreekrushna  🌺

Friday, August 2, 2019

સંતો નો દિવ્ય રાસ

સંતો નો દિવ્ય રાસ 


           



સાંખ્ય યોગી બહેનો રાસ 


            



છપૈયા માં રાસોત્સ્વ