Saturday, August 24, 2019

જન્માષ્ટમી ના પર્વ પર શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યની એક અદભુત પ્રશસ્તી

કૃષ્ણ ભક્તો અને ખાસ કરીને પોતાને " વૈશ્ણવ" તરીકે ઓળખાવતા અને ગૌરવ લેતા દરેકે આત્મ નિરિક્ષણ કરવાનું કે શું તમે તમારા ઇશ્ટદેવ કૃષ્ણ પરમાત્મા ને આ રીતે ક્યારે પણ પીછાણ્યા છે? 


શ્રી કૃષ્ણ ના જન્મ વખતે જ એક બાળકી નો પણ જન્મ થયેલ જેની અદલા બદલી શ્રી કૃષ્ણ જોડે શ્રી કૃષ્ણ નો જીવ બચાવવા થયેલ. તે બાલિકા હતી "યોગમાયા".

એવી લોક વાયકા છે કે મામા કંસે આ બાલિકા ને દેવકી નું આઠમું સંતાન સમજી તેના પગ પકડી, પછાડી ને મારી નાખવાની કોશિશ કરેલ. ત્યારે આ બાલિકા કંસ ના હાથમાં થી હવામાં ઉડી ગઈ અને જતા જતા કહેતી ગઈ કે તારો ધ્વંસ કરનાર બાળક અવતરી ગયો છે.

યોગમાયા એ શક્તિ નો એક અવતાર હતો. જયારે કંસે તેના પગ પકડી તેને પટકવા ની કોશિશ કરી ત્યારે આ બાળકી એ જતા જતાં કીધેલ કે તારો ધ્વંસ કરનાર નો જન્મ થઇ ગયો છે. હું પણ તારો ધ્વંશ કરી શકવા શક્તિમાન છું. પણ તે મારા પગ પકડ્યા એટલે તારી શરણાગતી ના કારણે તને માફ કરું છું.

શ્રી કૃષ્ણનો જન્મ ઘોર અંધારી રાત્રી ના બંધ કારાવાસમાં થયેલ. પણ કૃષ્ણ જન્મ વખતે બધા સંત્રીઓ નિદ્રાધીન થઇ ગયેલ. સાંકળો તૂટી ગયેલ અને કારાવાસ ના દરવાજા ખુલી ગયેલ.

તેવીજ રીતે જયારે શ્રી કૃષ્ણ પરમાત્મા સમી ચેતના આપણા હ્રદય માં જાગૃત થાય ત્યારે બધોજ અંધકાર-અજ્ઞાન નકારકાતા દુર થાય છે. હું, મારું અને અહમ રૂપી બંધનો છુટી જાય છે. અને કારાવાસ સમાન આ જગત ની મમત માયા ના દરવાજા ખુલી જાય છે.  

આજ છે જન્માષ્ટમી પર્વ નો સાચો મહિમા. 

સૌ મુલાકાતીઓ ને જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છાઓ.

No comments:

Post a Comment