Monday, July 15, 2019

ખરતા પહેલા ...



                                         ખરતા પહેલા ...






પાનખર ૨૦૧૮



મન સાગર ના મોતી

     મન સાગર ના મોતી




🔹આ વાત બહુજ સુન્દર અને સમજવા જેવી છે. 


🔹 1998 થી 2000 વર્ષ ના સમય ગાળા દરમિયાન બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણ સ્પર્શ નો લાભ મને અનેક વખત મળેલ. પણ પછી ના વરસો દરમિયાન સ્વામીબાપા તેમના ચરણ ઉપર હંમેશાં શાલ ઢાકી રાખતા અને દર્શનાર્થીઓને ફક્ત માથે હાથ મુકી આશિર્વાદ આપતા. ત્યારબાદ મુલાકાતીઓ ની સંખ્યા વધતી ગઈ. એટલે વ્યવસ્થા માં વધુ એક બદલાવ આવ્યો. સ્વામી બાપા ખુરશી મા બેઠા હોય અને આગળ એક નાનું ટેબલ હોય.બાપા ફક્ત હાથ મીલાવીને  અથવા તો પ્રસાદી નુ એક ગુલાબ આપી મુલાકાતીઓ ને શુભાશીષ આપતા.


🔹મે આ નજરે જોયું છે, અને પછી મે તેનું રહસ્ય પણ જાણેલ. આજ કારણસર આપણી હિંદુ સંસ્કૃતિ માં હસ્ત ધૂનન ને બદલે આપણા પૂર્વજો  ફક્ત બે હાથ જોડીને અજાણી વ્યક્તિ નું અભિવાદન કરતા હતા. 


🔹ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી મા લખ્યું છે - " જે વૈધ નું આચરણ જાણતા ના હોઇએ તેનું ઔષધ પણ ના લેવું". ભાવનગર ના ફાફડા ગાઠીયા વખણાય. સ્થાનિક લોકો સવાર ના ચા સાથે નાસ્તા માં ખાવા વહેલી સવારે નજીક ની કંદોઈ ની દુકાને થી તાજા બનાવાયેલ ફાફડા લઇ આવે. પણ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયી કુટુંબ માં અઠવાડિયા માં એક વખત મોટો ડબો ભરીને ઘરે ફાફડા ગાઠીયા બનતા. તેને માટે એક પરિચિત કંદોઈ ને ઘરે બોલાવી મારાથી મોટી એક બહેન ને ખાસ તે માટેની ટ્રેઈન કરાવેલ. 🔹 આજે મોટા શહેરો માં રવિવાર અને તહેવાર ના દિવસો માં કોર્ટ કચેરીઓ ની માફક ઘરના રસોડાઓ પણ રજા પાળતા થઇ ગયા. અને હવે તો મોટા શહેરો માં (૧) રેડી ટુ ઈટ ફૂડ પેકેટો (૨) ચોરે અને ચૌટે જાત જાત ના ફાસ્ટ ફૂડ વેચતા સ્ટોલ-લારી-ગલ્લા અને સાથે સાથે ડોકટરો ની ડીસપેન્સરીઓ/કલીનીકો અને હોસ્પિટલ ની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી નજરે પડે છે.


🔹આજકાલ વળી ORGANIC (જૈવિક) ખાદ્ય પદાર્થ નું એક નવું તુત શરુ થયું છે. હમણા સતારા માં એક પરિચિત ના ઓર્ગેનિક ફાર્મ ની મુલાકાત લેવાનું થયું. ફાર્મ માલિકે સમજાવતા કહ્યું કે ઓર્ગેનિક પેદાશ મેળવવા માટે ફાર્મની જમીન ને પહેલા શુદ્ધ કરવી પડે છે. શુદ્ધિકરણ માટે સૌ પ્રથમ તો ફાર્મની જમીન માં પહેલા ની ખેતી દરમિયાન જે કાઈ પણ રાસાયણિક ખાતર અથવા તો પેસ્ટીસાઈડ વપરાયા હોય અને જમીન માં રહી ગયા હોય તેની જાણકારી જમીન ની માટી ની લેબ ટેસ્ટ દ્વારા મેળવવા માં આવે છે. લેબ ટેસ્ટ ના રીપોર્ટ ની જાણકારી મુજબ પંચગવ્ય (ગાય નું છાણ, મૂત્ર,દૂધ, દહીં અને ઘી નું યોગ્ય પ્રમાણ માં મિશ્રણ) નો ઉપયોગ કરીને  જમીન માં રહેલા બધાજ રાસાયણિક કચરા ને દુર કરવા માં આવે છે. આ પ્રકિયા થી ફાર્મ ની જમીન ને  સંપૂર્ણ રીતે શુદ્ધ કરતા ચાર વર્ષ લાગે છે.


🔹 ચાર વર્ષ ની જહેમત બાદ સંપૂર્ણ રીતે શુદ્ધ કરાયેલ જમીન માં ઉગાડેલ ઓર્ગેનીક શાકભાજી અને ફળો સ્વાભાવિક જ  બજાર માં અન્ય પેદાશ કરતા મોંઘા ભાવે વેચાય છે. હવે વિચારો મોંઘા ભાવે ખરીદેલ ઓર્ગેનિક ફળો અને શાકભાજી આજની યુવા પેઢી હોંશે હોંશે ઘરે લાવીને આરોગે તો છે, પણ  શરીર માં જમા થયેલ ફાર્મસી ની દવાઓ અને રેડી ટુ ઈટ તેમજ ચટાકેદાર પિત્જા - પાસ્તા - બર્ગર -આઈસ્ક્રીમ માં વપરાતા પ્રીજરવેટવીજ ના રાસાયણિક કચરા ના નિકાલ કર્યા શિવાય ! મતલબ કે સ્વચ્છ ધોયેલા કપડા પહેરી ફરીથી દુષિત ગટરીયા પાણી માં ડૂબકી લગાવો 😜


🔹 વિડીયો માં જણાવ્યા મુજબ ગંગા હવે તો  પ્રદુશીત થઈને લગભગ ગંગાસાગર સુધી પહોચી જ ગઈ છે. હવે આ શુદ્ધિકરણ માટે પણ શું આપણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ની ભારતીય જનતા પાર્ટી સરકાર ની કોઈ રાષ્ટ્રીય યોજના ની રાહ જોઈશું ?































Saturday, July 13, 2019

ચાતુરમાસ ના નિયમ અને પાલન માટે ની સુવિધા

મધ્યસ્થ કાર્યાલય તરફ થી આપવામાં આવેલ આદેશ / સુચના 


રોજ ૭ થી ૧૦ મિનીટ બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ચરિત્ર ભાગ -૧ નું ઓડિયો શ્રવણ કરવા નીચે ની લીંક ક્લિક કરો 


પ્રમુખ સ્વામી નું જીવન ચરિત્ર ભાગ -૧


સ્વામી શ્રી ના  આશીર્વચન નું શ્રવણ કરવા નીચે ની લીંક ક્લિક કરો 

                                                                

     

        સ્વામીશ્રી ના આશીર્વચન


             રોજ ૭ થી ૧૦ મિનીટ સ્વામીશ્રી ના વિડીયો નું દર્શન 

                                                                 



Thursday, July 11, 2019

પાનખર ૨૦૧૮/નગરયાત્રા /સંત સમાગમ કીજે અને ત્રણ ગુણાતીત સંતો


પાનખર ૨૦૧૮





નગરયાત્રા


                                             


સંત સમાગમ કીજે 


                                               


ત્રણ ગુણાતીત સંતો 


                                                   

Wednesday, July 10, 2019

સર્વે સખી જીવન જોવાને ચાલો રે

સર્વે સખી જીવન જોવાને ચાલો રે

**********

જોગાનુજોગ ભક્ત કવિ રૂપજીભાઈ કડિયાને વઢવાણ પાસેના ખારવા ગામે ધનારાબા નામના એક સત્સંગી હરિભક્ત ભેટી ગયા. ધનારાબાએ રૂપજીભાઈને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અનન્ય મહિમા સમજાવ્યો. રૂપજીભાઈ તો પૂર્વના મુક્ત હતા, એમને સત્ય સમજાતાં વાર ન લાગી. ધનારાબાની વાતો સાંભળીને એમના અંતરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શનની અદમ્ય ઇચ્છા જાગી.

એ વખતે શ્રીજીમહારાજ ગઢડામાં વિરાજમાન હતા. રૂપજીભાઈ ધનારાબા સાથે ગઢડા જવા ઊપડ્યા. બે દિવસે તેઓ ગઢડા પહોંચ્યા. એ વેળા મહારાજ ભારે ભારે વસ્ત્રાભૂષણ પહેરીને રોઝે ઘોડે બેસીને દાદા ખાચરના દરબારમાંથી લક્ષ્મીવાડીએ જતા હતા. રૂપજીભાઈને શેરીમાં જ મહારાજનાં દૂરથી દર્શન થયાં. એમનું અંતર મહારાજની મૂર્તિના દર્શન માત્રથી દ્રવી ગયું અને તરત જ તેમણે 'સર્વે સખી જીવન જોવાને ચાલો રે...' એ કીર્તન બનાવી ગાયું.

ભરચક જનસમુદાય વચ્ચે પણ આ શબ્દો મહારાજના કાને પડ્યા. મહારાજે દૃષ્ટિ ફેરવી જોયું તો ધનારાબાની સાથે રૂપજીભાઈને દીઠા. ભારે ભીડ વચ્ચેથી જ મહારાજે રૂપજીભાઈને હાકલ કરી પાસે બોલાવ્યા. રૂપજીભાઈએ મહારાજ પાસે જઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા ને નયનમાંથી ઝરતા પ્રેમાશ્રુથી શ્રીહરિનાં ચરણોને પખાળ્યાં. મહારાજે રૂપજીભાઈને છાતીમાં ચરણારવિંદ આપ્યાં ને પછી પ્રેમથી પ્રગાઢ આલિંગન આપ્યું.

મહારાજ લક્ષ્મીવાડી પહોંચ્યા, ત્યાં આંબાના વૃક્ષ નીચે સભા કરી રૂપજીભાઈને પોતાની પાસે બેસાડ્યા. પછી મહારાજે સર્વ સભાને સંબોધતાં કહ્યું: "આ રૂપજીભાઈ પરમ ભક્તરાજ છે ને નૈષ્ઠિક બ્રહ્મચર્યવાળા છે."

પછી રૂપજીભાઈ તરફ જોઈને બોલ્યા: "કેમ રૂપજી! હવે ક્યાં સુધી સંસારાબ્ધિના ખૂણામાં છુપાઈ રહેવું છે?"

રૂપજીભાઈએ તત્કાળ ઉત્તર આપ્યો: "મહારાજ, આપના દર્શનની જ રાહ જોતો હતો. હવે ઘેર જવાની જરાય ઇચ્છા નથી. આપની પાસે યાચના કરવાનો જ ઇરાદો હતો કે આપના ચરણારવિંદના સેવનનો લાભ આપવા કૃપા કરો તો સારું."

મહારાજ રૂપજીભાઈનો ઉત્તર સાંભળી અત્યંત પ્રસન્ન થયા અને ત્યાં એ વખતે જ રૂપજીભાઈને દીક્ષા આપી પરમહંસ બનાવ્યા ને ભૂધરાનંદ નામ આપ્યું, જે કાળાન્તરે ભૂમાનંદ થયું.






કાવ્યકૃતિ :

સર્વે સખી જીવન જોવાને ચાલો રે,

શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે. ૧

એની શોભા મુખે વર્ણવી ન જાય રે,

જેને નિગમ નેતિ નેતિ કહી ગાય રે. ૨

રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,

છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. ૩

મળ્યાં આવે મહામુનિનાં વૃંદ રે,

તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ્ર રે. ૪

ભક્તો ને મુક્તો ઉત્તમ યશ ગાવે રે,

નૃત્ય કરી સંતો વાજિંત્રો વજાવે રે. ૫

નિજ સખા ચમર કરે લઈ હાથ રે,

આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે. ૬

Tuesday, July 9, 2019

તંદુરસ્ત રહેવાની ચાવી એટલે આદું

જમીનની અંદર ઊગતાં આદુંનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. વાસ્તવમાં પ્રાચીન કાળથી ચીન, રોમન, ગ્રીસ, અરેબિક તથા સંસ્કૃત ગ્રંથોમાં આદુંના ઉપયોગ વિશે રસપ્રદ માહિતી જોવા મળે છે. આદુંનો પાક મુખ્યત્વે ભારત, જમૈઈકા, ફિઝી, ઈન્ડોનેશિયા તથા ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તંદુરસ્ત સ્વાસ્થ્યની ચાવી ગણાતા આદું વિશે જાણી લઈએ:

ભારતીય રસોઈમાં આદુંનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે. વાસ્તવમાં સવારની પહેલી ચાની મજા તો આદુંના સ્વાદવાળી હોવી જ જોઈએ. આદુંને છીણીને કે થોડું બારીક કચરીને ચા બનાવતાં પહેલાં પાણી ઉકાળી લેવાથી ચાનો સ્વાદ આહ્લાદક બની જાય છે. વળી તેમાં પણ જો ઝરમર વરસાદ વરસતો હોય તથા ગરમાગરમ આદુંવાળી ચા મળી જાય તો પછી એક તરફ ઘરતી ટાઢી બોળ બને તથા બીજી તરફ આપણું દિલો-દિમાગ ચાના સ્વાદમાં રસબોળ બની જાય કેમ બરાબરને! 

બારેમાસ સરળતાથી મળી રહેતું આદું વિવિધ પ્રકારે પણ વેચાવા લાગ્યું છે, જેમ કે આદુંનું તેલ, આદુંનો તૈયાર રસ, આદુંની સૂકાવેલી કતરણ, આદુંને સૂકવીને બનાવેલી આખી સૂંઠ, સૂંઠનો પાઉડર, આદુંની કૅપસ્યુલ પણ બજારમાં મળવા લાગી છે. જિંજર બ્રેડ, જિંગર ટોફી, લૅમન-જિંજર સ્કૉવશ, આદું પાક વગેરે આસાનીથી મળી રહે છે. ભારતીય રસોઈમાં આદુંનો ઉપયોગ પ્રાચીનકાળથી જ થતો આવ્યો છે. રસોઈના સ્વાદને વધારવાની સાથે આદું છુપી રીતે સ્વાસ્થ્યની કાળજી પણ લેતું રહે છે. આહાર નિષ્ણાતો દ્વારા આદુંનો ઉપયોગ વિવિધ વાનગી, અથાણાં, સલાડ તથા વાનગીની સજાવટમાં છૂટથી કરવામાં આવતો હોય છે. આદુંમાં વિવિધ વિટામિન થતા મિનરલ્સની માત્રા સમાયેલી છે. દર્દીને માંદગીમાંથી બેઠો કરવાની શક્તિ આદું ધરાવે છે. ‘જિંજરોલ’ નામક સત્વ જે આદુંમાં જોવા મળે છે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી ગણાય છે. કહેવાય છે કે ૧૦૦ ગ્રામ આદુંમાં ૮૦ કૅલરી, ૧૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટસ્, ૧.૮ ગ્રામ પ્રોટીન, ૨ ગ્રામ ડાયેટરી ફાઈબર, ૪૧૫ મિલિગ્રામ પોટેશિયમ,૦.૨ મિલિગ્રામ મેંગેનિઝ, ૪૩ મિલિગ્રામ મેંગ્નેશિયમ, ૫ મિલિગ્રામ વિટામિન સી, ૩૪ મિલિગ્રામ 

ફોસ્ફરસ તથા ૦.૬ મિલિગ્રામ આયર્ન સમાયેલું છે. 

આદુંના ફાયદા

ઊલટી-ઊબકામાં અકસીર : સવારના સમયે વાતાવરણમાં બદલાવ કે રાત્રિના સમયે મોડું તથા ભારે ખોરાક ખાવાને કારણે સવારના સમયે અનેક વખત ઊલટી-ઊબકાની તકલીફ જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ સવારના સમયે ખાસ ઊબકા આવવાની તકલીફ રહેતી હોય છે. અનેક વખત કૅન્સરની બીમારીને દૂર કરવા માટે આપવામાં આવતી કિમોથેરાપીને કારણે પણ દર્દીને સવારના સમયે ઊલટી-ઊબકાની તકલીફ જોવા મળે છે. આવા સમયે આદુંની લીંબુ-મીઠું ચડાવેલી કતરણ ચાવી જવાથી અથવા ધીમેધીમે ચૂસવાથી રાહત મળે છે. આદુંની કોઈ આડઅસર પણ થતી નથી. 

ફંગલ ઈન્ફેકશનમાં લાભકારી : ગરમીમાં વધુ પડતો પરસેવો થવાને કારણે કે વધુ પડતું તીખું તળેલો ખોરાક ખાવાને કારણે અનેક લોકોની ત્વચામાં ફંગલ ઈન્ફેકશન કે ફૂગ થાય છે, જેને કારણે વારંવાર ખંજવાળ આવે છે. વળી તે ભાગ લાલ બની જાય છે. આદુંનો ઉપયોગ કરવાથી ફંગલ ઈન્ફેકશનમાં રાહત મળે છે. ઈરાનમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ મોંઢામાં વારંવાર ચાંદાની તકલીફ રહેતી હોય તેમાં આદુંનો ઉપયોગ લાભકારક જોવા મળ્યો.

પેટની બીમારીમાં ફાયદાકારક: કબજિયાતની તકલીફ હોય કે છાતીમાં બળતરા થતી હોય આંતરડામાં ચાંદા પડ્યા હોય તેમાં આદુંનો રસ પીવાથી રાહત મળે છે. 

કૅન્સરના કોષોને બનતાં અટકાવવામાં મદદરૂપ: અનેક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કૅન્સરના કોષોને વધતા અટકાવવામાં આદું ઉપયોગી ગણાય છે. તેનું મુખ્ય કારણ આદુંમાં સમાયેલું જિંજરોલ નામક તત્ત્વ. ઑવેરિયન, પ્રોસ્ટ્રેટ જેવા કૅન્સર સેલને બનતાં અટકાવવામાં ‘જિંજરોલ’ ઉપયોગી હોવાનું જાણવા મળ્યું છે. 

શરદી-ખાંસીમાં ગુણકારી : ઠંડીની મોસમમાં કે વરસાદી મોસમમાં પલળવાથી કે ગરમીમાં પણ અચાનક શરદી-ખાંસીની તકલીફ થાય ત્યારે આદુંનો રસ કે આદું-લીંબુ-મધ ભેળવીને ગરમાગરમ ચા પીવાથી ફાયદો થાય છે. સૂંઠમાં ગોળ ભેળવીને બનતો સૂંઠપાક પણ ઠંડીમાં ગુણકારી છે. 

હાડકાંના દુખાવામાં, સ્નાયુઓમાં દુખાવો થવા લાગે, લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું અટકાવવામાં કે લોહી જામી જવાની તકલીફમાં આદુંનો કે સૂંઠનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે. સવારના નરણાં કોઠે આદુંનો રસ કે સૂંઠ પાઉડરને પાણીમાં પલાળીને પીવાથી ઉપરોક્ત તકલીફથી બચી શકાય છે. 

તાજા આદુંનો ઉપયોગ હિતાવહ ગણાય છે. તાજું ન મળે તો તેની પેસ્ટ કે પાઉડરનો ઉપયોગ પણ કરી શકાય છે. ચોમાસામાં બજારમાં એકદમ કૂણું આદું મળે છે, જેમાં રેસાનું પ્રમાણ હોતું નથી. તેની કતરણ બનાવી લીંબુ-મીઠું ચડાવીને સવાર સાંજ ખાવાથી શરીર સ્ફૂર્તિલું બને છે. કઠોળ બનાવ્યા બાદ તેમાં આદુંની કતરણથી સજાવટ કરવાથી સ્વાદિષ્ટ લાગે છે. સલાડમાં પણ આદુંની કતરણનો ઉપયોગ કરીને સ્વાદ વધારી શકાય છે. તાજા ફળનો રસ કાઢીને તેમાં પણ આદુંનો રસ ભેળવીને સ્વાદ વધારી શકાય છે. આદુંનો ઉપયોગ સપ્રમાણ માત્રામાં કરવો આવશ્યક છે, જેથી તેનો ફાયદો શરીરને થાય. અનેક વખત જોવા મળે છે કે જે તે વસ્તુના ફાયદા જાણ્યા બાદ તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી શરીરને ફાયદા કરતાં નુકસાન થવાની સંભાવના વધે છે. પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે. તેથી શરીરને માફક આવે તે પ્રમાણે કોઈ નિષ્ણાતની સલાહ બાદ તેનો ઉપયોગ કરવો.

Tuesday, July 2, 2019

પંખીડા - એક અદભુત રજૂઆત





દૂધ અસલી છે કે નકલી (કેમિકલ યુક્ત ) જાણવાનો સરળ ઉપાય

દુધ અસલી છે કે નકલી (કેમિકલ યુક્ત ) તે જાણવા માટે સરળ ઉપચાર.


દરેક ધર માં દુધવાળા દુધ આપવા આવે છે અથવા તો ડેરી પેકિંગ માં ( થેલી ) પણ આવે છે આ દુધ અસલી છે કે નકલી છે તેનાં માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલી આપી અને રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે ! જે સામાન્ય ગૃહિણી કે પરિવાર આવી જંજાળ માં પડતો નથી. 


સામાન્ય પ્રયોગ થી અસલી દુધ છે કે નકલી ( કેમિકલ યુક્ત) છે તે સાબિત કરવા માટે દુધવાળા પાસે થી 50 એમ.એલ. કાચ ના બાઉલ કે વાસણમાં લઈ ને તેમાં હળદર ની ચુટકી નાખો અને ચમચી થી મિક્સ કરો જો દુધ નો રંગ આછો પીળો રહે તો સમજો કે દુધ અસલી છે


જો દુધ નો કલર લાલસવાળો અથવા તો આછો કેશરયો રંગ બંને તો સમજો કે દુધ નકલી (કેમિકલ યુક્ત) છે !


કોઈ પણ પ્રકારના કેમિકલ સાથે હળદર મેળવી ને જોશો તો હળદર પોતાનો રંગ બદલે છે.


કેમિકલ નાં વ્યવસાય માં હોવાં થી ધણી મથામણ પછી આ નિષ્કર્ષ કાઢ્યો છે.


જન હિત માટે જારી

🙏🙏🙏🙏🙏🙏


આ મેસેજ દરેક વ્યક્તિ સુધી ફોરવર્ડ કરવા માટે વિનંતી છે.

જય હિન્દ.

મોરિન્ગા એટલે કે શરગવો




આવા ગુમરાહ કરતા મેડિયા રીપોર્ટ થી સાવધાન રહેજો

        આજે જ્યારે માનનીય શ્રી નરેન્દ્ર મોદી ભારત દેશના હિંદુ મુસ્લીમ ઉચ્ચ - દલિત બધાજ વર્ગના લોકોને સબ કા સાથ સબકા વિકાસ ના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે ત્યારે ચોટીલા ના જાદવ દિવ્યા તેમના આ લેખ દ્વારા તર્દન નિમ્ન અને હલકટ કોટીનું તેથી વીપરીત સવર્ણ /દલિતો વચ્ચે વિભાજન કારી ઝેર ઓકી રહ્યા છે.

આ અખબાર ના તંત્રી સાહેબ અને જાદવ દિવ્યા ને મારા કેટલાક તાર્કિક સવાલો :-

૧)  ઘણા વરસો પહેલા ડાર્વિને જગત સમક્ષ એક સિદ્ધાંત રજુ કર્યો -  SURVIVAL OF THE FITTEST મતલબ કે જે સક્ષમ હશે તેનો જ વિજય થશે. મતલબ કે વરસો જુના  આપણા  હિન્દુ મંદિરો - રીત રીવાજો - સંસ્કૃતિ- પરંપરાઓ આજકાલ ની ડેમોક્રેટિક સરકારો કરતા વધારે સક્ષમ પુરવાર થયા છે. તો તમે ડાર્વિન ના સિદ્ધાંત ને પડકારનાર કઈ વાડી ના મૂળા?????????????  


૨) મોહમદ ગઝની એ ૧૮ વખત સોમનાથ મંદિર ને લુંટ્યું/ભાંગ્યું અને દેશને આઝાદી મળ્યા પછી સરદાર પટેલ/ક.મા.મુન્શીએ એ જયારે તેનો પુનરોદ્ધાર કરેલ ત્યારે હિન્દુઓના દ્વેષી નહેરુ એ આવુંજ ગાણું ગાયેલ. આજે નહેરુ ની કોંગ્રેસ અને વંશજો ના હાલ જુઓ અને વલ્લભભાઈ પટેલ નું સ્મારક જોશો એટલે ડાર્વિન નો સિદ્ધાંત ફરી સાચો ઠરે છે. ફરી એક વખત તમે દોઢ ડાહ્યા (ગધેડા શબ્દ નો પર્યાય) સાબિત થઇ ગયા કે નહિ?


૩) આઝાદી પછી આપણી હિંદુ સંસ્કૃતિ - મંદિરો - પરંપરા થી વીપરીત પશ્ચિમી જગત નું શિક્ષણ નવી પેઢી ને આપી ને દેશે શું મેળવ્યું ? જવાબ છે - કામચોર સરકારી બાબુઓ ભ્રષ્ટ રાજકારણીઓ અને વેપારીઓ, નીતિ મત્તા ને નેવે મુકીને પ્રેક્ટીસ કરતા ડોકટરો - વકીલો. આ બધા ક્યાં થી આવી હલકી વિચાર ધારા શીખી ને આવ્યા ? જવાબ છે આપણી સંસ્કૃતિ અને પરંપરા ને અવગણી ને પશ્ચિમી જગતનું શિક્ષણ અને રાજા શાહી હટાવી ને ડેમોક્રસી ના નામે પ્રજા ને લૂટતા રાજકારણીઓ એ દેશ ની આઝાદી પછી કબજો લીધો. 


૪) મંદિરો થી જ આપણી સંસ્કૃતિ આજ દિવસ સુધી સચવાઈ રહી છે. અત્યાર ની દુર્દશામાંથી દેશ અને દુનિયા ને કેવળ મંદિરો જ બચાવી શકશે. દુનિયા ભરમાં સંત સમોવર્ય શ્રી પ્રમુખસ્વામીએ બંધાવેલ ૧૧૦૦ જેટલા મંદિરો અને મંદિર સાથે જોડાયેલ સાધુ સંતો - હરિભક્તો અને આ મંદિરો દ્વારા ચલાવાતી ૧૫૦ જેટલી સેવા પ્રવૃત્તિઓ અને પારદર્શક વહીવટ પહેલા એક વખત જોઈ આવજો. આવો સમાજ પેદા કરી શકે તેવી દેશ કે દુનિયા ની એકાદ મહા વિદ્યાલય નું નામ તો મને જણાવો તમે?


૫) બી એ પી એસ સંસ્થા ના મંદિરો નો વહીવટ સંભાળતા ૧૦૦૦ થી વધારે સાધુ ઓ માં કેટલા સાધુઓ અમેરિકા અને ઇંગલાન્ડ ની પ્રસિદ્ધ યુનિવરસીટી ની ઉચ્ચ પદવી મેળવ્યા પછી મુંડન કરાવી શા માટે મંદિરો માં આજીવન પસાર કરવાનો નિર્ણય કર્યો ? શું આ અખબાર ના તંત્રી અને આ લેખ ના લખનાર જાદવ દિવ્યા બી એ પી એસ ના ઉચ્ચ પદવીધારી સાધુઓ કરતા વધારે બુદ્ધિશાળી અને ડાહ્યા છે? 


મિત્રો આવા અખબાર અને ગુમરાહ કરતા દોઢ ડાહ્યા કટાર લેખકો થી સાવધાન રહેજો અને જાહેર માં તેમનો વિરોધ કરવાની તમારી ફરજ અદા કરશો.