Monday, July 15, 2019

મન સાગર ના મોતી

     મન સાગર ના મોતી




🔹આ વાત બહુજ સુન્દર અને સમજવા જેવી છે. 


🔹 1998 થી 2000 વર્ષ ના સમય ગાળા દરમિયાન બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણ સ્પર્શ નો લાભ મને અનેક વખત મળેલ. પણ પછી ના વરસો દરમિયાન સ્વામીબાપા તેમના ચરણ ઉપર હંમેશાં શાલ ઢાકી રાખતા અને દર્શનાર્થીઓને ફક્ત માથે હાથ મુકી આશિર્વાદ આપતા. ત્યારબાદ મુલાકાતીઓ ની સંખ્યા વધતી ગઈ. એટલે વ્યવસ્થા માં વધુ એક બદલાવ આવ્યો. સ્વામી બાપા ખુરશી મા બેઠા હોય અને આગળ એક નાનું ટેબલ હોય.બાપા ફક્ત હાથ મીલાવીને  અથવા તો પ્રસાદી નુ એક ગુલાબ આપી મુલાકાતીઓ ને શુભાશીષ આપતા.


🔹મે આ નજરે જોયું છે, અને પછી મે તેનું રહસ્ય પણ જાણેલ. આજ કારણસર આપણી હિંદુ સંસ્કૃતિ માં હસ્ત ધૂનન ને બદલે આપણા પૂર્વજો  ફક્ત બે હાથ જોડીને અજાણી વ્યક્તિ નું અભિવાદન કરતા હતા. 


🔹ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી મા લખ્યું છે - " જે વૈધ નું આચરણ જાણતા ના હોઇએ તેનું ઔષધ પણ ના લેવું". ભાવનગર ના ફાફડા ગાઠીયા વખણાય. સ્થાનિક લોકો સવાર ના ચા સાથે નાસ્તા માં ખાવા વહેલી સવારે નજીક ની કંદોઈ ની દુકાને થી તાજા બનાવાયેલ ફાફડા લઇ આવે. પણ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયી કુટુંબ માં અઠવાડિયા માં એક વખત મોટો ડબો ભરીને ઘરે ફાફડા ગાઠીયા બનતા. તેને માટે એક પરિચિત કંદોઈ ને ઘરે બોલાવી મારાથી મોટી એક બહેન ને ખાસ તે માટેની ટ્રેઈન કરાવેલ. 🔹 આજે મોટા શહેરો માં રવિવાર અને તહેવાર ના દિવસો માં કોર્ટ કચેરીઓ ની માફક ઘરના રસોડાઓ પણ રજા પાળતા થઇ ગયા. અને હવે તો મોટા શહેરો માં (૧) રેડી ટુ ઈટ ફૂડ પેકેટો (૨) ચોરે અને ચૌટે જાત જાત ના ફાસ્ટ ફૂડ વેચતા સ્ટોલ-લારી-ગલ્લા અને સાથે સાથે ડોકટરો ની ડીસપેન્સરીઓ/કલીનીકો અને હોસ્પિટલ ની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી નજરે પડે છે.


🔹આજકાલ વળી ORGANIC (જૈવિક) ખાદ્ય પદાર્થ નું એક નવું તુત શરુ થયું છે. હમણા સતારા માં એક પરિચિત ના ઓર્ગેનિક ફાર્મ ની મુલાકાત લેવાનું થયું. ફાર્મ માલિકે સમજાવતા કહ્યું કે ઓર્ગેનિક પેદાશ મેળવવા માટે ફાર્મની જમીન ને પહેલા શુદ્ધ કરવી પડે છે. શુદ્ધિકરણ માટે સૌ પ્રથમ તો ફાર્મની જમીન માં પહેલા ની ખેતી દરમિયાન જે કાઈ પણ રાસાયણિક ખાતર અથવા તો પેસ્ટીસાઈડ વપરાયા હોય અને જમીન માં રહી ગયા હોય તેની જાણકારી જમીન ની માટી ની લેબ ટેસ્ટ દ્વારા મેળવવા માં આવે છે. લેબ ટેસ્ટ ના રીપોર્ટ ની જાણકારી મુજબ પંચગવ્ય (ગાય નું છાણ, મૂત્ર,દૂધ, દહીં અને ઘી નું યોગ્ય પ્રમાણ માં મિશ્રણ) નો ઉપયોગ કરીને  જમીન માં રહેલા બધાજ રાસાયણિક કચરા ને દુર કરવા માં આવે છે. આ પ્રકિયા થી ફાર્મ ની જમીન ને  સંપૂર્ણ રીતે શુદ્ધ કરતા ચાર વર્ષ લાગે છે.


🔹 ચાર વર્ષ ની જહેમત બાદ સંપૂર્ણ રીતે શુદ્ધ કરાયેલ જમીન માં ઉગાડેલ ઓર્ગેનીક શાકભાજી અને ફળો સ્વાભાવિક જ  બજાર માં અન્ય પેદાશ કરતા મોંઘા ભાવે વેચાય છે. હવે વિચારો મોંઘા ભાવે ખરીદેલ ઓર્ગેનિક ફળો અને શાકભાજી આજની યુવા પેઢી હોંશે હોંશે ઘરે લાવીને આરોગે તો છે, પણ  શરીર માં જમા થયેલ ફાર્મસી ની દવાઓ અને રેડી ટુ ઈટ તેમજ ચટાકેદાર પિત્જા - પાસ્તા - બર્ગર -આઈસ્ક્રીમ માં વપરાતા પ્રીજરવેટવીજ ના રાસાયણિક કચરા ના નિકાલ કર્યા શિવાય ! મતલબ કે સ્વચ્છ ધોયેલા કપડા પહેરી ફરીથી દુષિત ગટરીયા પાણી માં ડૂબકી લગાવો 😜


🔹 વિડીયો માં જણાવ્યા મુજબ ગંગા હવે તો  પ્રદુશીત થઈને લગભગ ગંગાસાગર સુધી પહોચી જ ગઈ છે. હવે આ શુદ્ધિકરણ માટે પણ શું આપણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ની ભારતીય જનતા પાર્ટી સરકાર ની કોઈ રાષ્ટ્રીય યોજના ની રાહ જોઈશું ?































No comments:

Post a Comment