Tuesday, July 2, 2019

આવા ગુમરાહ કરતા મેડિયા રીપોર્ટ થી સાવધાન રહેજો

        આજે જ્યારે માનનીય શ્રી નરેન્દ્ર મોદી ભારત દેશના હિંદુ મુસ્લીમ ઉચ્ચ - દલિત બધાજ વર્ગના લોકોને સબ કા સાથ સબકા વિકાસ ના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે ત્યારે ચોટીલા ના જાદવ દિવ્યા તેમના આ લેખ દ્વારા તર્દન નિમ્ન અને હલકટ કોટીનું તેથી વીપરીત સવર્ણ /દલિતો વચ્ચે વિભાજન કારી ઝેર ઓકી રહ્યા છે.

આ અખબાર ના તંત્રી સાહેબ અને જાદવ દિવ્યા ને મારા કેટલાક તાર્કિક સવાલો :-

૧)  ઘણા વરસો પહેલા ડાર્વિને જગત સમક્ષ એક સિદ્ધાંત રજુ કર્યો -  SURVIVAL OF THE FITTEST મતલબ કે જે સક્ષમ હશે તેનો જ વિજય થશે. મતલબ કે વરસો જુના  આપણા  હિન્દુ મંદિરો - રીત રીવાજો - સંસ્કૃતિ- પરંપરાઓ આજકાલ ની ડેમોક્રેટિક સરકારો કરતા વધારે સક્ષમ પુરવાર થયા છે. તો તમે ડાર્વિન ના સિદ્ધાંત ને પડકારનાર કઈ વાડી ના મૂળા?????????????  


૨) મોહમદ ગઝની એ ૧૮ વખત સોમનાથ મંદિર ને લુંટ્યું/ભાંગ્યું અને દેશને આઝાદી મળ્યા પછી સરદાર પટેલ/ક.મા.મુન્શીએ એ જયારે તેનો પુનરોદ્ધાર કરેલ ત્યારે હિન્દુઓના દ્વેષી નહેરુ એ આવુંજ ગાણું ગાયેલ. આજે નહેરુ ની કોંગ્રેસ અને વંશજો ના હાલ જુઓ અને વલ્લભભાઈ પટેલ નું સ્મારક જોશો એટલે ડાર્વિન નો સિદ્ધાંત ફરી સાચો ઠરે છે. ફરી એક વખત તમે દોઢ ડાહ્યા (ગધેડા શબ્દ નો પર્યાય) સાબિત થઇ ગયા કે નહિ?


૩) આઝાદી પછી આપણી હિંદુ સંસ્કૃતિ - મંદિરો - પરંપરા થી વીપરીત પશ્ચિમી જગત નું શિક્ષણ નવી પેઢી ને આપી ને દેશે શું મેળવ્યું ? જવાબ છે - કામચોર સરકારી બાબુઓ ભ્રષ્ટ રાજકારણીઓ અને વેપારીઓ, નીતિ મત્તા ને નેવે મુકીને પ્રેક્ટીસ કરતા ડોકટરો - વકીલો. આ બધા ક્યાં થી આવી હલકી વિચાર ધારા શીખી ને આવ્યા ? જવાબ છે આપણી સંસ્કૃતિ અને પરંપરા ને અવગણી ને પશ્ચિમી જગતનું શિક્ષણ અને રાજા શાહી હટાવી ને ડેમોક્રસી ના નામે પ્રજા ને લૂટતા રાજકારણીઓ એ દેશ ની આઝાદી પછી કબજો લીધો. 


૪) મંદિરો થી જ આપણી સંસ્કૃતિ આજ દિવસ સુધી સચવાઈ રહી છે. અત્યાર ની દુર્દશામાંથી દેશ અને દુનિયા ને કેવળ મંદિરો જ બચાવી શકશે. દુનિયા ભરમાં સંત સમોવર્ય શ્રી પ્રમુખસ્વામીએ બંધાવેલ ૧૧૦૦ જેટલા મંદિરો અને મંદિર સાથે જોડાયેલ સાધુ સંતો - હરિભક્તો અને આ મંદિરો દ્વારા ચલાવાતી ૧૫૦ જેટલી સેવા પ્રવૃત્તિઓ અને પારદર્શક વહીવટ પહેલા એક વખત જોઈ આવજો. આવો સમાજ પેદા કરી શકે તેવી દેશ કે દુનિયા ની એકાદ મહા વિદ્યાલય નું નામ તો મને જણાવો તમે?


૫) બી એ પી એસ સંસ્થા ના મંદિરો નો વહીવટ સંભાળતા ૧૦૦૦ થી વધારે સાધુ ઓ માં કેટલા સાધુઓ અમેરિકા અને ઇંગલાન્ડ ની પ્રસિદ્ધ યુનિવરસીટી ની ઉચ્ચ પદવી મેળવ્યા પછી મુંડન કરાવી શા માટે મંદિરો માં આજીવન પસાર કરવાનો નિર્ણય કર્યો ? શું આ અખબાર ના તંત્રી અને આ લેખ ના લખનાર જાદવ દિવ્યા બી એ પી એસ ના ઉચ્ચ પદવીધારી સાધુઓ કરતા વધારે બુદ્ધિશાળી અને ડાહ્યા છે? 


મિત્રો આવા અખબાર અને ગુમરાહ કરતા દોઢ ડાહ્યા કટાર લેખકો થી સાવધાન રહેજો અને જાહેર માં તેમનો વિરોધ કરવાની તમારી ફરજ અદા કરશો.
  


 

No comments:

Post a Comment