Sunday, August 12, 2018

દરેક ગુજરાતી એ એક વિચારવા જેવો પ્રશ્ન ?????



આજની યુવા પેઢી માં માતૃભાષા વિષેની જાણકારી જુઓ 





તુષાર શુક્લા નું આ ટૂંકું વક્તવ્ય સાંભળો 





૧૨ ઓક્ટોબર ૧૮૩૬ નો થોમસ મેકલે એ તેના પિતા ને અંગ્રેજીમાં લખેલ પત્ર જુઓ 


- અમારી અંગ્રેજી શાળાઓ અહિયાં સારી રીતે ફૂલી ફાલી રહી છે. આ શિક્ષણ ની હિંદુઓ ઉપર અસાધારણ અસર થઇ રહી છે. જે કોઈ પણ હિંદુ જેણે આ  અંગ્રેજી શિક્ષણ લીધેલ છે, તે ક્યારે પણ ખરા દિલ થી તેના ધર્મ સાથે જોડાયેલ નહિ રહે. જો અમારા આ પ્લાન ને અનુસરવા માં આવશે તો ૩૫ વરસ માં બેંગાલ માં એક પણ નામાંકિત (હિન્દુત્વ વાદી) આગેવાન જોવા નહિ મળે.


- અને (તેઓની ) ધાર્મિક સ્વતંત્રતા માં દખલ કર્યા શિવાય કે ધર્માન્તર કર્યા વિના હેતુ પાર પડશે આપોઆપ ફક્ત આપણું શિક્ષણ આપીને. આવી સંભાવના જોઈ ને હું મનોમન અતિશય પુલકિત થઇ રહ્યો છું.


આજે આપણે આપણી જાત ને "હિંદુ" તરીકે ઓળખાવીએ તો છીએ અને આસ્તિક પણ કહેવડાવીએ છીએ. પણ કેવા હિંદુ ? વેદ, પુરાણ, ઉપનિષદ ની વાતો અને જ્ઞાન ને તર્દન ભૂલી ગયેલા. આયુર્વેદ ને ભૂલીને પશ્ચિમી ફાર્મા લોબી ના શિકાર બની ને રોજ બી.પી. માટે ગોળીયો ગળતા અને ડાયાબીટીસ માટે રોજ ઇન્જેક્શન લેતા. રામાયણ અને મહાભારત પ્રસંગો ની સત્યતા બાબત શંકા સેવતા. 


હું કુવૈત માં હતો ત્યારે મૂળ નડિયાદ ના પણ પછી વડોદરા સ્થાયી થયેલ અને નોકરી અર્થે કુવૈત આવેલ પોતાને વૈષ્ણવ તરીકે ઓળખાવતા એક મિત્ર જોડે એક દિવસ  ગુજરાત ના યાત્રા પ્રવાસ સ્થળો વિશેની ચર્ચા દરમ્યાન મેં તેમને પૂછ્યું - ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ મથુરા માં થયેલ. પણ તેમણે દેહ ક્યાં ત્યાગ કરેલ ખબર છે? મારો આશય વેરાવળ પાસેના ભાલકા તીર્થ માં શ્રી કૃષ્ણએ જ્યાં દેહ ત્યાગ કરેલ તે પીપળા નીચેની મનોહર મૂર્તિ નો અંગુલી નીર્દેશ કરવાની હતી. પણ મારા આ કૃષ્ણ ભક્ત મિત્ર આ બાબત બિલકુલ અજાણ હતા. 


શ્રી નાથબાવા અને યમુનાજી ના મોટા ફોટા દીવાલ ઉપર લટકતા તો તમોને  ઘણા વૈષ્ણવો ના ઘરમાં કે ઓફીસ માં જોવા મળશે. પણ નરસિંહ મહેતાના પદ "વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે" ની વ્યાખ્યા માં બંધ બેસે તેવા આજે કેટલા વૈષ્ણવ તમોને જોવા મળશે ?


તેવીજ રીતે "નૌકાર" મંત્ર અને અહિંસા પરમો ધર્મ ના ગુણગાન તો તમે દરેક જૈન પાસે સાંભળશો. પણ ભગવાન મહાવીર નો અહિંસા ઉપરાંત બીજો પાયાનો સિદ્ધાંત  "અપરિગ્રહ" કેટલા જૈન લોકો માં તમોને જોવા મળશે?  


સ્વામિનારાયણ સંપ્રદાય ના કંઠી ધારક તો અનેક મળશે પણ "શિક્ષાપત્રી" ની આજ્ઞા ઓ નું ૭૫ થી ૮૦ ટકા પણ પાલન કરવા વાળા કેટલા? 


ટૂંક માં પહેલા અંગ્રેજો ની શિક્ષણ પદ્ધતિ, પછી કોંગ્રેસ રાજ્યમાં  બિન સાંપ્રદાયિકતા નું ચાલેલ તુત અને ત્યારબાદ ઇન્ટરનેટ ના આગમન સાથે યુવા પેઢી નું પરદેશ ગમન શરુ થયા બાદ આજે હિન્દુત્વ (હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને જીવન શૈલી) નું નિકંદન નીકળી ગયું છે. તેને ફરી ઉજાગર કરવાનો એક માત્ર ઉપાય છે નવી પેઢી ને માતૃભાષા ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત શીખવા પ્રોત્સાહિત કરવાનો અને રસ લેતા કરવાનો.  


બી.એ.પી.એસ. સંસ્થા એ આ હકીકત ધ્યાન માં લઇ ને ગુજરાતમાં સારંગપુર ખાતે સંસ્કૃત ભાષા શીખવાની સગવડ અને પરદેશમાં પાંચેય ખંડો માં આવેલ બી.એ.પી.એસ. મંદિરો/સંસ્કાર ધામો માં ગુજરાતી ભાષા ના વર્ગો શરુ કર્યા છે. 


 


  













No comments:

Post a Comment