Thursday, September 13, 2018

અક્ષર પુરષોત્તમ સંસ્થા ના સંતો ની પુલાશ્રમ ની યાત્રા



દાદર મંદિર ના પૂજ્ય કોઠારી સ્વામી, સંત મંડળ અને હરિભક્તો નું નેપાળ ખાતે આગમન 

 નેપાળ ના એક વખત ના ગવર્નર અને અત્યારે ૯૦ વર્ષ ની ઉંમરના લીલા ભગત ની સાથે 

તેમની જગામાં સંત મંડળ 





બુઢ્ઢા નીલકંઠ ના દર્શન કર્યા.વિષ્ણુ ભગવાન ની શેષશાયી મૂર્તિ છે.ઇ.સ.575 માં નિલકંઠ નામના ખેડૂત ને જમીનમાંથી આ મૂર્તિ મળી હતી.સુતેલી મૂર્તિ છે.પાણી માં રાખેલી છે વિશેષ તા એ છે કે પ્રતિબિંબ માં એવી ને એવી મૂર્તિ દેખાય છે. ૧૬ વર્ષથી નીચેના બાળકો જ પૂજા કરી શકે. અને પશુપતિનાથ ના દર્શન કર્યા. શંકર ભગવાનનું આ મુખ કહેવાય છે.ચારેય બાજુથી દર્શન થાય છે. આ બંને જગ્યાએ નીલકંઠ વર્ણી અને બાપા પધાર્યા હતા.બાપા ૧૯૭૯ માં અહિયાં પધાર્યા હતાં.

નેપાળ થી પોખરા જતા રસ્તામાં ત્રિસુલી ગંગા અને મત્સ્યેન્દ્રિ ગંગા જેને સંપ્રદાયમાં ભૂરી ગંગા કહેછે એ બે નદી નો સંગમ થાય છે તે જગ્યાએ બાપા એ ઠાકોરજીને સ્નાન કરાવ્યું હતું.તે જગ્યાએ સંતોએ જળ માથે ચઢાવ્યું.આ સંગમ થયેલી નદી ને નારાયણી ગંગા કહે છે. નીલકંઠ વર્ણીએ આ નદી માં સ્નાન કર્યું હશે એવું અનુમાન કરી શકાય


આજે પોખરા ના દર્શન હતા બાજુમાં સેતી ગંગા નદી વહે છે નીલકંઠ વરણી ત્યાં સ્નાન કરેલું છે પછી નીલકંઠવર્ણી બાજુમાં જ મહાદેવનું દેરૂં છે તે આગળ પધારેલા જેને ગૌ ઘાટ પણ કહે છે ત્યાં એમને કોઈએ અન્ન આપ્યું ન હતું . એટલે વર્ણીએ સંતરા નું વૃક્ષ જમીનમાંથી ઉત્પન્ન કર્યું અને નિલકંઠવણી રહ્યાં ત્યાં સુધી સંતરાનું વૃક્ષ ત્યાં રહ્યું અને વરણી ત્યાંથી જતા રહ્યા પછી વૃક્ષ જમીનમાં સમાઈ ગયું.સેતી ગંગાના કિનારે પ્રમુખસ્વામી મહારાજ નો અસ્થિ વિસર્જન વિધી પણ કર્યો અને વિવિધ સંકલ્પો કરી મહંત સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય સારું રહે હરિભક્તો તને મને ધને સુખી રહે એવી પ્રાર્થના પણ કરી અને સર્વે હરિભક્તો સંતોને પણ યાદ કર્યા.

પોખરા જતા રસ્તામાં બીજું એક  પ્રસાદી નું  સ્થાન આવે છે એ છે વ્યાસગુફા. અહીં વ્યાસ ભગવાન નો જન્મ થયો હતો.નીલકંઠ વર્ણી અહીં પધાર્યા હતાં. બાજું માંજ સેતી ગંગા નદી વહે છે.નીલકંઠ વર્ણીએ અહીં સ્નાન કર્યું હતું.પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ અહીં ૧૯૭૯ માં અહીં પધાર્યા હતા અને  ઠાકોરજીને સ્નાન પણ કરાવ્યું હતું.

આ પ્રસાદી ના સ્થળે પૂ કોઠારી બાપા પૂ.વિવેકસાગર સ્વામી પૂ જ્ઞાનેશ્વર સ્વામી પૂ.શ્રુતિપ્રકાશ સ્વામી પૂ.ઋષિરાજ સ્વામી સહિત ૯૦ સંતો હરિભક્તો સહિત મસ્તકે જળ ચઢાવ્યું.અને બાપાનું અસ્થિ વિસર્જન શાંતિપાઠ અને શ્લોક સાથે કર્યું. તથા મહંત સ્વામી નું  સ્વાસ્થ્ય સારું રહે,હરિભક્તો સંતો એકાંતિક ધર્મ સિદ્ધ કરે,હરિભક્તો ના દેશકાળ સારા રહે, એવી ધૂન કરી. પોખરા જવા આગળ વધ્યા.


No comments:

Post a Comment