Saturday, March 18, 2017

ઘટના અને અર્થ ઘટન - ૨ / ( ગુરુ )







આજથી  ​૨૫ - ૩૦ વરસો પહેલા સ્વામી રામની કલમે લખાયેલ ઉપરનું પુસ્તક અમેરિકામાં બેસ્ટ સેલિંગ શ્રેણીમાં  સ્થાન પામેલ. ૧૯૨૫ની સાલમાં ઇન્ડિયાના ગઢવાલમાં જન્મેલ બાળક બ્રીજ કિશોરને તેમના પિતાએ  નાની વયે જ તેમના ગુરુને સોંપી દીધેલ. કારણ જ્યોતિષના ભવિષ્ય કથન મુજબ બાળકનું આયુષ્ય ફક્ત ૧૧ વરસ જ હતું. નાની વયે જ હિમાલયના બાવા - સાધકો સાથે રહ્યા-ભટક્યા અને મહાન યોગી બન્યા. ઋષિકેશ માં આશ્રમ સ્થાપ્યા પછી ગુરુની સલાહ મુજબ અમેરિકામાં પેન્સેલ્વીન્યા માં રહીને બહુ બધા અમેરિકન લોકોના ગુરુ બન્યા. આ બુકનું બહુ બધી ભાષામાં ભાસાંતર થયેલ છે અને આજે પણ એમેઝોન ઉપર આ બુક નું વેચાણ ચાલુ છે.  

નવેમ્બર ૧૯૯૦માં મને આ પુસ્તકના ફક્ત ૨-3 પ્રક્રરણ વાંચવાની તક મળી હતી. હકીકતમાં આ અમુલ્ય પુસ્તક મુંબઈના સુખી કુટુંબના એક સજ્જન જેમને આપણે મિસ્ટર સીંઘ તરીકે ઓળખીશું તેઓ અમેરિકાથી લઇ આવેલ. તેમણે આ પુસ્તક વાંચવા માટે તેમના મિત્ર જેમને આપણે મિસ્ટર મહેતાના નામથી સમ્બોધીશું ને આપેલ. મહેતા એ આ પુસ્તક ફક્ત એક અઠવાડિયા માટે મારા ઓફીસના સહકાર્યકર મિસ્ટર ભટ્ટને આપેલ.અમે ચારેય વ્યક્તિ આ પુસ્તક દ્વારા સ્વામી રામ પ્રત્યે આકર્ષાયા. મિસ્ટર સીંઘ દ્વારા અમોને જાણવા મળ્યું કે ડીસેમ્બર ૧૯૯૨ નાતાલ વેકેશન દરમ્યાન સ્વામી રામ અમેરિકાથી ચાર્ટર પ્લેનમાં તેમના ૨૫૦ જેટલા અમેરિકન અનુયાયીઓ ને લઈને 15 દિવસ માટે ભારત આવવાના છે અને ઋષિકેશ આશ્રમમાં એક અઠવાડિયાના યોગ શિબિરનું આયોજન કરેલ છે. અમે ચારેય વ્યક્તિઓએ સ્વામી રામની ઋષિકેશ ખાતે રૂબરૂ મુલાકાત લેવાનો નિર્ધાર કર્યો. 

મને દુબઈ સ્થીત એક મોટી કંપનીની સારી જોબ ઓફર મળવાથી ડીસેમ્બરના પહેલા અઠવાડિયામાં જ હું ઇન્ડિયા છોડી દુબઈ જવા રવાના થયો. એટલે સ્વામી રામને મળવાનો મારો મનસુબો અધુરો રહ્યો. મારા સહકાર્યકર શ્રી ભટ્ટે મારી સલાહ મુજબ અમેરિકા ફોન કરીને સૌ પ્રથમ સ્વામી રામની રૂબરૂ મુલાકાત માટે પરવાનગી મેળવી. પછી વહેલી સવારના હરદ્વાર પહોંચતી દહેરાદુન એક્સપ્રેસ ટ્રેઈનમાં રિજર્વેશન કરાવ્યુ. હરદ્વારમાં ગુજરાતી સમાજમાં પહોંચી ફ્રેશ થઇ ઓટો રીક્ષામાં નિર્ધારિત દિવસે અને સમયે ઋષિકેશ આશ્રમ પહોંચી ગયા.

આશ્રમમાં સ્વામી રામની અમેરિકન ગોરી સેક્રેટરીએ શ્રી ભટ્ટ નું ઉષ્માભર્યું સ્વાગત કરતા કીધું : "હું આપના આગમનની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈ રહી હતી. ત્યારબાદ ગોરી મેડમે ખુલાસો કર્યો કે બહુ બધા લોકો સ્વામી રામનો સંપર્ક પત્રો અને ફોન દ્વારા કોશીસ કરે છે. પત્રોના જવાબ સ્વામી રામ જવ્વલેજ લખે છે અને ફોન કોલ પણ ફક્ત પરિચિત વ્યક્તિના જ એટેન્ડ કરે છે. તમો એ જયારે મુંબઈથી મુલાકાતની પરવાનગી માટે ફોન કર્યો અને મેં સ્વામીજી ને પૂછા કરી તો તેમણે તુરંત 'હા' કહી. એટલે મને થયું નક્કી મિસ્ટર ભટ્ટ કોઈ અસાધારણ વ્યક્તિ હોવા જોઈએ.

ઓફિસમાં મુલાકાતીની ખુરસી માં ભટ્ટ બેઠા અને હજી કશું બોલે તે પહેલાજ સ્વામી રામે સ્વગત મિસ્ટર ભટ્ટના અંગત જીવનના કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ કરી તેના સમાધાન માટે કેટલીક સલાહ સુચના આપી. પછી બીજા દિવસે બ્રહ્મ મુહુર્તમાં ગંગા સ્નાન કરીને નવા વસ્ત્રો ધારણ કરી બોલાવી ને ગુરુ મંત્ર પણ આપ્યો..

નવી નોકરીમાં મિસ્ટર મહેતાએ શેઠને વિનવી એક અઠવાડિયાની રજા મેળવી જેમ તેમ કરીને હરદ્વાર પહોંચ્યા. બીજે દિવસે સવારે ઋષિકેશ આશ્રમ તો પહોંચ્યા પણ સ્વામી રામની સુચના મુજબ આશ્રમના ગેઇટ કીપરે અંદર જતા રોક્યા. એટલે નિરાશ થઇ ગુજરાતી સમાજ પરત ફર્યા. સમાજમાં કોઈ જાણીતી વ્યક્તિએ બીજા દિવસે મિસ્ટર મહેતાની મુલાકાત સ્વામી રામ જોડે ગોઠવી આપી. ટૂંકી મુલાકાત દરમ્યાન સ્વામી રામે મિસ્ટર મહેતા ને ફક્ત એટલુજ કહ્યું કે "બેટા તારા આત્માના ઉપાય પહેલા તારા શરીર ઉપરના આ સફેદ
દાગ (હાથ પર કોઢના કેટલાક સફેદ સ્પોટ)નો ઈલાજ કરવો જરૂરી છે. તેમ કહીને તે માટેના કેટલાક ઉપાય સૂચવીને મિસ્ટર મહેતાને રવાના કર્યા.

મુંબઈમાં વૈભવી રીતે જીવવાની આદત વાળા મિસ્ટર સીંઘ પ્લેઈન દ્વારા દિલ્હી પહોંચી એરપોર્ટથી ટેક્ષી પકડી ઋષિકેશ જવા રવાના થયા. રોડ ટ્રાફિકના કારણે મોડી સાંજે સુર્યાસ્ત પછી ઋષિકેશ આશ્રમ પહોંચ્યા. પણ આશ્રમના ગેઇટ કીપરે અંદર દાખલ થવા દીધા નહીં. એટલે ઋષિકેશની કોઈ એક હોટેલમાં રાત વાસ કીધો. બીજા દિવસે આશ્રમ પહોંચી ગેઇટ કીપર જોડે અંદર જવા માટે ઝગડો કર્યો. કોલાહોલ એટલો બધો થયો કે સ્વામી રામ સુધી સમાચાર પહોંચ્યા. સ્વામી રામની સુચના મળ્યા પછી ગેઇટ કીપરે મિસ્ટર સીંઘને આશ્રમમાં દાખલ થવા દીધા. ઓફિસમાં ટૂંકી મુલાકાત દરમ્યાન સ્વામી રામે મિસ્ટર સીંઘને શાંતિ પૂર્વક ફક્ત એટલુજ કહ્યું કે "બેટા ધીરજ રાખ. તારો સમય પાકશે ત્યારે તારા ગુરુ તને જરૂર શોધી કાઢશે". આટલું કહીને મિસ્ટર સીંઘ ને પણ સ્વામી રામે વિદાય કર્યા.


કિસ્સાની બીજી બાજુ :-


દુબઈમાં બે વરસ પછી અમારી ઓફીસ કુવૈત માં શિફ્ટ થઇ એટલે ૧૯૯૪ની સાલમાં હું પણ કુવૈત રહેવા ગયો. એપ્રિલ ૧૯૯૭ માં પ્રમુખ સ્વામી મહારાજ સૌ પ્રથમ વખત કુવૈત પધાર્યા તે દરમ્યાન મારી તેમની જોડે પ્રથમ મુલાકાત થઇ. પહેલીજ મુલાકાતમાં મને મારા જન્મ દાતા પિતા જોડે વાત કરતો હોઉં તેવીજ અનુભૂતિ થઇ.ત્યારબાદ દિવસે દિવસે મારું તેમના પ્રત્યે આકર્ષણ વધતું ગયું. મારી ઇન્ડિયા વેકેશન ટુર દરમ્યાન હું સ્વામી શ્રી જ્યાં પણ હોય ત્યાં તેમના ચરણ સ્પર્શ માટે દોડી જતો. અને ગુરુ શિષ્યના અમારા સબંધો વધુ ગાઢ થતા ગયા. સ્વામી બાપા એ અલૌકિક રીતે મારા અનેક સંકલ્પો પુર્ણ કર્યા. આ બધું કેમ બન્યું તે વિચારતા મને યાદ આવે છે - ૩૫ વરસ પહેલા એપ્રિલ ૧૯૬૨માં ભાવનગર મુકામે ધબ્બો મારી આશીર્વાદ આપી મને કૃતાર્થ કરનાર સ્વામીશ્રીના ગુરુ શ્રી યોગીજી મહારાજ.
હજુ થોડા વરસો પહેલાજ મને LIVING WITH THE HIMALAYAN MASTERS પુસ્તકની ઈ-બુક પુસ્તિકા મળી. મેં તે નિરાંતે સંપૂર્ણ પણે વાંચી. તેમાં સ્વામી રામ નું એક સુંદર કવોટેશન નીચે મુજબ છે જે મારા કિસ્સામાં એક સો પ્રતિશત સત્ય પુરવાર થયુ છે.




શિષ્ય જયારે લાયકાત કેળવે છે ત્યારે અનાયાશે જ ગુરુ આવી મળે છે.

જો તમે સારા શિષ્ય બન્યા હશો તો તમોને ક્યારે પણ ખરાબ ગુરુ નહિ મળે.

તેથી વિપરીત પણ ટલુજ સત્ય છે.

નિમ્ન કક્ષાના શિષ્યને ક્યારે પણ સારા શિષ્ય નહિ મળે.



















No comments:

Post a Comment