જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
ગુજરાતી શબ્દકોશ ભગવદ ગો મંડળ માં "પ્રભાવના" શબ્દનો અર્થ નીચે મુજબ આપેલ છે. (૧) પ્રભાવ પ્રસરાવવો (૨) ધર્મ પ્રચાર (૩) પતાસા વગેરેની લહાણી (૪) શાસન(જૈન) ઉન્નતીનું પ્રવર્વન કરવું તે.
વીડીયો કલીપમાં બીજી માહિતી નથી પણ આપણે કલ્પના કરીએ કે વિરજીભાઈ નામની કોઈ વ્યક્તિએ પ્રભાવના માં તેમને મળેલ સિક્કા ને પૂજા અર્થે તેમણે પ્લાસ્ટિકની ડબ્બી માંથી બહાર કાઢવા કોશીસ કરી ત્યારે તેમને આ છેતરામણ ની જાણ થઇ. એટલે આ વીડીયો દ્વારા તેમણે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો.
આ ધાર્મિક પ્રસંગમાં હાજર બીજા કેટલાક શ્રાવકો રવજી, મુળજી વગેરે પણ પ્રભાવના માં પ્રાપ્ત થયેલ આવાજ ખોટા ચાંદીના સિક્કા લઈને ઘરે ગયા હશે. શક્ય છે કે રવજીભાઈએ ઘરે આવી તેમના ધર્મ પત્નીને તે ચાંદીનો સિક્કો ઘરમાં બીજી કીમતી ચાંદીની ચીજો જોડે મુકવા આપી દીધો. એટલે તેમને છેતરાયા નો અહેસાસ પણ નહિ આવ્યો.
વેપારી મુળજીભાઈ તો જાણતા જ હતા કે શ્રેણીકભાઈ જેમના તરફથી આ લાણી કરવામાં આવી હતી તેમનો ધંધોજ બજાર માં બે નંબરી ડુપ્લીકેટ માલ વેચવાનો છે. અને સમાજમાં મોટાઈ દેખાડવા લાણીમાં તેમણે ખોટા સિક્કા જ પધરાવ્યા છે. એટલે તેમણે આ ખોટો સિક્કો નજીક માં આવતા દિવાળી ના તહેવાર દરમ્યાન તેમની ઘરકામ કરવા વાળી બાઈ ને ખુશ કરવા પધરાવી દેવાનો મનોમન વિચાર કરી લીધો.
મારી આ પરી કલ્પના નું કારણ છે મારો જાત અનુભવ. એકાદ દાયકા પૂર્વે મારે ત્યાં માંગલિક પ્રસંગે ભેટ આપવા મારે ચાંદીના સિક્કા ખરીદવા ની જરૂરીયાત જણાઈ. ત્યારે મુંબઈ ના મારા એક અતિ શ્રીમંત વેપારી મિત્ર જે કિલો ને હિસાબે ચાંદી ખરીદતા તેમનો મેં સંપર્ક કરેલ. તે વેપારી મિત્ર મને તેમના એક વિશ્વાસુ જવેરી બઝારના વેપારી ની દુકાને લઇ ગયા. ત્યારે દુકાનદારે મને પહેલો પ્રશ્ન કર્યો તમારે કેવો માલ જોઈએ છે, એક નંબરી કે બે નંબરી? એક નંબરી એટલે ચાંદીના સિક્કા અને બે નંબરી એટલે લોખંડ ઉપર ચાંદીનો ઢોળ ચઢાવેલ નકલી.
ત્યારે મારા શ્રીમંત વેપારી મિત્રે ખંધુ હસીને મને કીધેલ કે હું વાર તહેવારે અહીંથી બે નંબરી સિક્કા ખરીદીને મોટી સરકારી ઓફિસો માં વોચમેન અને પ્યુનસ ને છૂટથી લાણી કરૂ છું. વળી જેને પણ આપું તેને તેના ઇષ્ટ દેવી દેવતા ની છબી વાળા સિક્કા આપું. લેનાર હોંશે હોંશે ઘરે જઈને તે સિક્કો તેની પત્નીને આપે અને પછી તે ખોટો સિક્કો ઘર મંદિર કે ઘરના લોખંડ કબાટ ના લોકરમાં કાયમ માટે ગોઠવાઈ જાય. ત્યારબાદ આખું વરસ આ વોચમેનો અને પ્યુનો મને સલામ કરતા થઇ જાય.
આ સંદર્ભ માં મને મારા શાળાના દિવસો દરમ્યાન ૧૯૫૬ ના વર્ષની ફિલ્મ ભાઈ-ભાઈ નું નીચેનું ગીત યાદ આવી ગયું.
ટૂંકમાં
વરસો થી માનવી ઈશ્વરે બક્ષેલ
બુદ્ધિનો દુર ઉપયોગ એક બીજાને
છેતરવા કરતો આવ્યો છે.
મઝાની
વાત એ છે કે માનવી જયારે બીજાને
છેતરવા માં કામયાબ નીવડે છે
ત્યારે તેને આનંદ આવે છે.
પણ
તે જ વ્યક્તિ જયારે બીજાથી
છેતરાયા નો અનુભવ કરે છે ત્યારે
બળાપો કાઢવા માં કોઈ કસર રાખતો
નથી.
હવે આ હકીકત ને ધ્યાન માં રાખી આપણે તેમાંથી શો બોધ પાઠ લેવો જોઈએ તે હવે પછીની બ્લોગ પોસ્ટ દ્વારા જણાવીશ.
No comments:
Post a Comment