કવિ શ્રી રમેશ પારેખ ની એક અદ્ભુત રચના
૨૦૦૦ ની સાલમાં મારી અમેરિકાની સૌ પ્રથમ મુલાકાત દરમ્યાન હું , મેરીલેન્ડ,કિંગસ્ટન (કેનેડા), સાન ડીએગો, લોસ એન્જલસ, લાસ વેગાસ વગેરે સ્થળો ની મુલકાત લીધા પછી ક્વીન્સ/ન્યુ યોર્ક માં મારી બહેન ને ત્યાં આવ્યો. બે દિવસ પછી મારે જે.એફ.કે એરપોર્ટ થી ઓલમ્પીક એર ની કુવૈત પરત જવાની ફ્લાઈટ પકડવાની હતી. એક મોડી સાંજે હસતા હસતા મારા જીજાજીએ પહેલા જરા હળવાસ થી પૂછ્યું - "તમારા આ હરવા ફરવા માટે તમે કેટલા પૈસા ખર્ચ્યા?" ત્યારે મેં નિર્દોષ ભાવે તેમને જણાવેલ કે હું જ્યાં જ્યાં ગયો ત્યાં મારા સગા સબંધી અને મિત્રો એ મને બધે ફેરવ્યો એટલે એર ટીકીટ શિવાય વિશેષ કાઇ ખર્ચ થયો નથી. પછી મુદ્દા ની વાત ઉપર આવતા તેમણે મને આવોજ એક માર્મિક પ્રશ્ન કર્યો કે "શિક્ષાપત્રી માં મહારાજે લખ્યા પ્રમાણે આવક નો ૧૦ મો ભાગ ધર્માદો આપો છો કે?" ત્યારે મેં તુરંત કાનબુટ પકડી મારી ચૂક કબુલી, એટલુજ નહિ પણ પરત જતા પહેલા મારી પાસે વધેલ ડોલર્સ ની બધીજ કેશ મેં તેમને ભગવાન ના ભાગ રૂપે એક કાર્ય માટે આપી. અને તે કાર્યમાં ખૂટતી રકમ અમેરિકા માં જોબ કરતા મારા દીકરા પાસેથી મળી રહે તેવી વ્યવસ્થા કરી. ત્યાર થી મારા જીવનમાં "ભગવાન નો ભાગ" જુદો કાઢવાની શરૂઆત થઇ. અને ત્યાર બાદ આજ દિવસ સુધી હું સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો સુખદ અનુભવ કરી રહ્યો છું.
શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના શ્લોક ૧૪૭ દ્વારા તેમના સર્વે આશ્રિતો ને આજ્ઞા કરી છે "ગૃહસ્થાશ્રમી એ પોતાની આવક ના ધન-ધાન્ય આદીમાંથી દશમો ભાગ ભગવાન ને અર્પણ કરવો. જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો.". સ્વામિનારાયણ સંપ્રદાય ના લાખો હરિભક્તો આજે આ નિયમ પાળી ને સુખી થયેલા મેં જોયા છે.
પ્રસ્તુત છે આ વિષયની વધુ જાણકારી નો એક વીડીયો
No comments:
Post a Comment