બાળપણ માં ગાઈ - કોડી થી લાડુ ની ગાથા
બુઢાપા માં ગાઈ - કંઠી થી અક્ષરધામ ની ગાથા
જન્મ મરણ ના ફેરા ફરતા થા,
ફરતા થા ભાઈ ફરતા થા ,
ફરતા ફરતા જન્મ ધર્યો ,
ભાવનગર માં જનમ ધર્યો ,
સત્સંગ કુળમાં જનમ થયો ને
સ્વામિનારાયણ ની કંઠી મળી ,
સ્વામિનારાયણ ની એ કંઠી એ,
પૂજા વ્રત જપ માળા દીધી ,
દશ વરસની એ વૃત જપ માળાએ,
યોગી બાપા નો જોગ થયો ,
યોગી બાપા એ ધબ્બો દીધો,
ધબ્બો દઈ આશીર્વાદ દીધા,
એ ધબ્બા એ અમોને ,
દીરહામ, દીનાર ગણતા કર્યા,
દીરહામ થી હરખાઈ ને અમે,
દુબઈ માં સત્સંગ માં જોડાયા,
સત્સંગ ને યોગીજી ના ઈશારે,
અમે પહોંચી ગયા કુવૈત ,
કુવૈતમાં શું કૌતુક થયું,
એની કરવી છે આજે વાત,
કુવૈત માં અમારા કાજે,
આવી પધાર્યા પ્રમુખ સ્વામી ,
બાપા ના ચરણ સ્પર્શ કર્યા ને ,
બાપા એ જાલ્યો મારો હાથ,
પછી તો એવું ઘેલું લાગ્યું ,
જ્યાં બાપા ત્યાં હું દોડું ,
સઘળા સંકલ્પો પૂર્ણ થયા ને
હવે કોઈ ના રહી આશ,
૧૩ દેશો માં ઘૂમી ફરીને ,
આખરે પહોંચ્યા અમેરિકા,
અમેરિકા માં નિહાળ્યું અક્ષરધામ ,
ને હવે તો જોઈએ બસ એક અક્ષરધામ.
No comments:
Post a Comment