જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
મિત્રો, વ્હોટસ એપ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા સત્યતા ચકાશો
હું માનું છું કે હાલ ઇન્ડીયામાં બી.જે.પી ના ઉદય સાથે જે લોકો ને હિન્દુઇઝમ ના પુનરસ્થાપન વિષે ની દહેશત છે અને કોંગ્રેસ ની બિન-સામપ્રદાયિકતા નું જતન કરવું છે તેવા કોઈ બુદ્ધિજીવી એ ચાણક્ય ના નામે આ ગતકડું વ્હોટસ એપ ઉપર ગબડાવ્યું છે.
હું ૧૭ વરસ થી બી.એ.પી.એસ. સાથે સંકળાયેલ છું. અને જગતવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા એક દસક માં દુનિયાભર માં ભવ્યાતી ભવ્ય વિશાળ મંદિરો બનાવ્યા છે. અને પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે તેમ આ મંદિરો હકીકત માં બ્રહ્મવિદ્યા ની વિશ્વ વિદ્યાપીઠો છે. મારી જિંદગી માં સ્કુલ-કોલેજો દ્વારા મેં મેળવેલ જ્ઞાન દ્વારા હું ફક્ત ધન ઉપાર્જિત કરી શક્યો. પણ મેં પ્રાપ્ત કરેલ ધન દ્વારા મારી, મારા કુટુંબીજનો અને મારા સમાજ ની સુખાકારી માટે મારે કેવી જીવન શૈલ અપનાવવી તે જાણકારી તો મને મંદિરો દ્વારા મળતી બ્રહ્મવિદ્યા દ્વારા મળી.
મિત્રો હકીકત મા તો બી.એ.પી.એસ. દ્વારા તૈયાર કરવામાં આવેલ ભવ્ય મંદિરો દ્વારા વ્યસનમુક્તિ, સેવા પરાયણતા, અને સંસ્કારી સમાજ નિર્માણ થી આઝાદી પછી બિન-સાંપ્રદાયીકતા ના અંચળા હેઠળ દબાઈ ગયેલ ભારત દેશ ઉન્નતી ના માર્ગે આગળ વધી રહ્યો છે.
પ્રસ્તુત છે આપણા વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી નું આ વિષે પ્રવર્ચન :-
દુનિયા ની કોઈપણ મહાવિદ્યાલય માં શીખવવામાં આવતા અભ્યાસ, ત્યાના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ના જ્ઞાન અને જીવન શૈલી ની તુલના બી.એ.પી.એસ. ના સારંગપુર મંદિર ખાતે બ્રહમવિદ્યા શીખવતા અને શીખતા સાધુ જોડે દુનિયા નો કોઈ પણ સ્કોલર નોંધ લઈને રીપોર્ટ તૈયાર કરે તો સારંગપુર મંદિર ની બ્રહ્મવિદ્યા ની વિદ્યાપીઠ બેશક પહેલો નંબર પ્રાપ્ત કરશે.
અથવા તો ગાંધીનગર, દિલ્હી અને રોબીન્સવિલા-અમેરિકા ના ભવ્ય અક્ષરધામ ખાતે ની મુલાકાતી ઓ ની નોંધ પોથી માં દુનિયાભર ના મહાનુભાવો એ ટપકાવેલ અભિપ્રાય વાંચશો તો આવા મંદિરો ની આજે કેટલી બધી જરૂરત છે તે સમજાશે.
આપ જો મારા આ મંતવ્ય સાથે સહમત હો તો આ પોસ્ટ ને વધુમાં વધુ લોકો સુધી પહોચાડશો અને નીચે ના ચિત્ર માં દર્શાવેલ લોકો થી સાવધાની કેળવશો.
No comments:
Post a Comment