Tuesday, January 30, 2018

વરણીન્દ્રધામ - પોઈચા ( રાજ પીપળા ) - ગુજરાત

                  -: શ્રીજી સ્વામી ભાવિકજનો ના શુભ સંકલ્પો સદાય સાકાર કરે છે :-



       આ પોસ્ટ ના લખનારે  ડીસેમ્બર ૨૦૧૭ ના પહેલા અઠવાડિયા માં અમેરિકા થી ઇન્ડિયા આવતા પહેલા ભરૂચ પાસે ના નીલકંઠ વરણી ધામ ની મુલાકાત લેવાનો શુભ સંકલ્પ કરેલ. 

      મુંબઈ આવ્યા પછી સ્વામીશ્રી ના 3 થી ૧૪ જાન્યુઆરી  સુરત ખાતે ના વિચરણ દરમ્યાન મુંબઈ થી સુરત અને સુરત થી ભરૂચ પહોંચી પોઈચા માં નીલકંઠ વરણી ધામ ના દર્શન કરી , વડોદરા માં એક/બે દિવસ રોકાણ કરી પરત મુંબઈ આવવાનો પ્લાન કરેલ. શરૂઆત માં એક બે મિત્રોએ સાથે આવવા ઈચ્છા વ્યક્ત કરેલ પણ સંજોગ વશાત નહિ આવી શકે તેમ જણાવતા મેં એકલાએજ સુરત માં રવિ/સોમ/મંગલ - બે રાત્રી - ત્રણ દિવસ નો પ્રવાસ ટૂંકાવી ટ્રેઈન ટીકીટ ૭/૧/૨૦૧૮ મુંબઈ થી વહેલી સવારે નીકળવાની અને ૯/૧/૨૦૧૮ સાંજની ટ્રેઈન માં સુરત થી મુંબઈ પાછા ફરવાની કઢાવી. ત્યારબાદ મારા મુંબઈ ના એક મિત્ર શ્રી દિલીપભાઈ પણ મારી સાથે સુરત ના એ ટૂંકા પ્રવાસ માટે જોડાયા.

      મહંત સ્વામીશ્રી ના સમીપ દર્શન/આશીર્વાદ માટે બહુ બધા મુલાકાતીઓની ભીડ હોવા છતાં મને તે 
લાભ સોમવારે સવારે જ મળી ગયો.

સુરત ૮-૧-૨૦૧૮ /સોમવાર/૧૧.૪૦

      

           હવે બન્યું એવું કે મારી સાથે આવેલ મારા મિત્ર શ્રી દિલીપભાઈ એ સુરત માં રહેતા મારા સ્નેહી શ્રી વિરેનભાઈ ને સુરત થી પોઈચા (નીલકંઠ વરણી ધામ) કેટલું દુર થાય અને બાય રોડ ત્યાં પહોંચતા કેટલો સમય લાગે ની સ્વાભાવિક પૂછા કરી. તો વિરેનભાઈ કહે બાય રોડ ત્રણ કલાક માં પહોંચી જવાય અને ત્યાં એક રાત્રી રોકાણ કરી વહેલી સવાર ના અભિષેકના દર્શન નો લાહવો લેવો હોય તો આજે એટલે કે સોમવાર ના બપોરે આપણે ૨  આસપાસ મારી ગાડી માં નીકળી જઈએ. તમો મંદિર માં મહાપ્રસાદ લઈને તૈયાર રહો અને હું તમોને મંદિરે બે વાગે પીક અપ કરવા આવું છું. તે પ્રમાણે અમે સુરત થી પોઈચા નીલકંઠ વરણી ધામ જવા વિરેનભાઈ ની કાર માં નીકળી પડ્યા.

     અમે સાંજના સાડા-પાંચ આસપાસ મંદિર પરીસર માં પહોંચ્યા અને નિત્ય નીલકંઠ વરણી ની સાંજના હાથી ઉપર નીકળતી સવારી ના દર્શન કર્યા. પ્રસ્તુત છે વરણી ની હાથી ઉપર ની સવારી ની વીડીયો કલીપ :-



                                    


       ત્યારબાદ અમે મંદિર પરિસર નજીક થી જ પસાર થતી ગુજરાત ની જીવા દોરી સમાન ભવ્ય નર્મદા નદીને નિહાળી. પછી મંદિર પરિસરમાં બનાવેલ જળાશય ની આસપાસ પૂર્વે થઇ ગયેલ ચોવીશ અવતારો ની મૂર્તિ ના દર્શન કર્યા. અને ત્યાર બાદ સંધ્યા આરતી દર્શન માં જોડાયા ત્યારે મંદિર નો માહોલ કાંઈક ભવ્ય અને અતિ આલ્હાદકતા  નો અનુભવ કર્યો. કોઈક જુદી જ દુનિયા માં પહોંચી ગયાની અનુભૂતિ થઇ. પ્રસ્તુત છે 
આરતી દર્શન નો વીડીયો :- 




      આરતી બાદ અમે મંદિર નીચેના પરિસર માં ગોળાકાર માં પ્રદીક્ષણા કરી કુલ ૧૦૮ ગૌ મુખમાંથી નીકળતા જળ ને માથે ચડાવ્યું. નેપાળના પુલાશ્ર્મ માં નીલકંઠ વરણી એ જે જગા એ તપ કરેલ ત્યાં જે રીતે ગૌમુખ માંથી જળ નીકળે છે, તેની પ્રતિકૃતિ અહિયાં બનાવી છે. જે લોકો નેપાળ - પુલાશ્રમ જઈ શકવા સમર્થ નથી તેમના માટે પોઈચા ના વર્નીન્દ્રધામ માં આ વ્યવસ્થા કરવા મા આવી છે.

     ત્યારબાદ અમારા સુરતી યજમાન વિરેનભાઈ ના ધંધાદારી ભાગીદાર શ્રી રોહિતભાઈ (તેઓ ધંધા ને બદલે ગુરુકુળ ના સંતો જોડે કથા વાર્તા દરમ્યાન ભજન-કીર્તન-ધૂન કરવામાં વધુ સમય આપે છે અને ઘર સંસાર માંડવા ને બદલે ભવિષ્યમાં ગૌશાળા સ્થાપી આ જીવન ગાયોની સેવા કરવા અર્પણ કરવાનો ઈરાદો રાખે છે એટલે "રોહિત ભગત" તરીકે ઓળખાય છે), અમોને નજીકમાં આવેલ તેમના મામાના નાસ્તા ગૃહમાં શુદ્ધ સ્વામિનારાયણ સત્સંગી ને રુચિકર  ઘી ગોળ સાથેના ગરમ ગરમ કાઠીયાવાડી બાજરી ના રોટલા, રીંગણ નો ઓળો, મરચા અને ગીર ગાય ના  (પહેલા ક્યાર પણ નહિ ચાખેલ એવું મીઠું) દૂધ સાથે રાત્રી ભોજન કરાવવા લઇ ગયા. રોહિતભાઈ ના નાના ચુસ્ત સત્સંગી છે એટલે તેમના નાસ્તા ગૃહ માં શિક્ષાપત્રી નિયમ અનુસાર પાણી દૂધ વગેરેના વપરાશ પહેલા ગરણા થી ગાળવામાં આવે છે. તેમના નાના એ સ્વામિનારાયણ ના મંદિરો નો નિર્માણ દરમ્યાન ઠેર ઠેર શ્રમ સેવા કરવામાં જીન્દીગી ના કેટલાય મહિનાઓ વિતાવ્યા છે. નિસ્પૃહી અને શ્રીજી મહારાજ ને જમાડતા હોય તેવા ભાવ સાથે સ્વામિનારાયણ ના સત્સંગીઓ ને જમાડી રાજી થતાક રોહિતભાઈ ના નાના સાથે ની મારી મુલાકાત એક યાદગાર સંભારણું બની ગયું.



No comments:

Post a Comment