Sunday, March 25, 2018

મારી નજરે - માનવ જીવન - લેખાંક ( 3 )

માનવ જીવન - ( 3 )

પ્રસંગ ( ૧ )

સુંદરિયાણાના વણિક હેમરાજ શાહ વલ્લભાચાર્યના અનન્ય ભક્ત, દ્રઢ, સેવક અને  ચુસ્ત વૈષ્ણવ હતા. તેઓ
નિષ્ણાત નાડી પરીક્ષણ વૈદ પણ હતા. તેમના ત્રણ દીકરા વનાશા,પૂજાશા,જેઠાશા તથા એક ભત્રીજા ભગાશા હતા. ત્રણેય ભાઇઓ અને ભત્રીજા ને શ્રીજી મહારાજના સંત થકી સત્સંગ થયેલો અને તેઓ સ્વામિનારાયણ ભગવાન ની  દિવ્યતા અંગે વાતો કરતા. આ વાત વલ્લભાચાર્યના અનન્ય વૈષ્ણવ ભક્ત અને તે વખતના ખ્યાતનામ વૈદ હેમરાજ શાહ ને રુચતી નહી.

એક વખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ગામ સુંદરીયાણાં પધાર્યા. ત્યારે ત્રણેય ભાઈઓ સ્વામીને તેમના પિતાશ્રી હેમરાજ શાહ ની સ્વામિનારાયણના . સત્સંગ બાબતમાં નારાજગી ની વાત કરી. ત્યારે સ્વામી કહે તેમને અહિયાં બોલાવી લાવો તો કહે તેઓ અહિયાં નહિ આવે. એટલે સ્વામીએ લીલા કરી, મંદવાડ ધારણ  કરી નાડી જોવા વણિક વૈદરાજ હેમરાજ શાહ નેબોલાવ્યા.

હેમરાજ શાહે જ્યાં જ્યાં નાડી પરીક્ષણ કર્યુ.ત્યાં તેમને નાડી અદ્રશ્ય થયેલી જણાઇ છતાં ગોપાળાનંદ સ્વામી સ્વસ્થ જણાયા.આથી હેમરાજભાઇને ખૂબ આશ્ચર્ય થયું અને તેઓ પગે પડી ગયા. અને પછી સ્વામીને હાથે વર્તમાન ધારણ કરી સ્વામિનારાયણ ના સત્સંગી થયા.

પ્રસંગ (૨)

સુરેન્દ્રનગર જીલ્લાના ભદ્રેશી, રાજ-સીતાપુર, ડુમાણા નામના ગામો મા આજ થી ૧૨૫ વરસો પૂર્વે કેટલાક સ્થાનકવાસી જૈન કુટુંબો રહેતા હતા. તેમાંના એક શ્રાવક કુટુંબમાં એક બાળક નો જન્મ થયો. નાની ઉંમરમાં જ માતા-પિતા ની છત્ર-છાયાં ગુમાવનાર આ બાળક નો પછી ડુમાણા ગામમાં જૈન શ્રાવક લવજી કાકા ને ત્યાં ઉછેર થયો. ભણવા માં અતિ બાહોશ અને તેજસ્વી આ વણિક વિદ્યાર્થી મેટ્રિક પાસ કરીને તે વખત ની બ્રિટીશ સરકાર માં સારા પગાર ની નોકરી મળવાથી સુરેન્દ્રનગર આવ્યો. સુરેન્દ્રનગર માં અત્યારે પણ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ એક મોટા પ્લોટ ઉપર ની મંદિર ની માલિકીના મકાનો/દુકાનો છે. તેમાંના એક મકાનમાં ભાડુઆત તરીકે સ્થાયી થઇ ઘર સંસાર શરુ કર્યો. સુરેન્દ્રનગર થી આશરે ૧૦૦ કિલો મીટરના અંતરે મુળી ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ની આજ્ઞા થી સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી ની દેખરેખ નીચે એક ભવ્ય મંદિર બન્યું છે. મુળી મંદિર ને લીધે સંપ્રદાય ના તપસ્વી અને વચન સિદ્ધ સંતો ની સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે અવર જવર વધી ગયી.

આવાજ કોઈ તપસ્વી અને વચન સિદ્ધ સ્વામિનારાયણ ના સંત થી પ્રભાવિત થઇ ડુમાણા ગામ થી સુરેન્દ્રનગર આવી વસેલે મૂળ સ્થાનકવાસી જૈન શ્રાવકે વર્તમાન ધારણ કરી સ્વામિનારાયણ ની કંઠી પહેરી. એટલુજ નહિ પણ પછી તો નિત્ય સવારે પૂજા -જપમાળા અને તિલક ચાંદલો કરતા ચુસ્ત સત્સંગી બન્યા. સંત કૃપા એ નોકરી માં પોસ્ટ માસ્ટર નો ઉચ્ચ હોદ્દો અને હોદ્દા ની રુએ બ્રિટીશ સરકાર તરફ થી જુનાગઢ ડીસ્ટ્રીકની પોસ્ટ ઓફિસો નું નિરીક્ષણ કરવા માટે સગરામ (સુવા બેસવાની સુવિધા અને છતવાળું ગાડું), સગરામનો ચાલક કમ નોકર અને રસોઈયા ની પણ સુવિધા મળી. ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમના આશ્રીતો ને વચન આપેલ છે -

"મારા જન ને અંત કાળે જરૂર તેડવા આવું, એ બિરુદ મારું કદી ના ફરે તે સૌ હરિ  જન ને જણાવવું".

તે મુજબ આ  સત્સંગી હરિભક્ત ના અંતકાળે શ્રી હરિ તેમને તેડવા આવેલ. તેની નિશાની રૂપે તેમના મૃતક દેહ ને લીપણ કરેલ જે જગા પર મુકેલ ત્યાં બીજે દિવસે પાંચ કુમ કુમ ની ઢગલીઓ તેમના કુટુંબી જન ને જોવા મળેલ. ડુમાણા ના સ્થાનકવાસી જૈન શ્રાવક સુરેન્દ્રનગર આવી વસેલ અને સ્વામિનારાયણના  તિલક ચાંદલો કરતા ચુસ્ત સત્સંગો બનેલ તે ગ્રહસ્થ એટલે કે આ લખનાર ના દાદા મોહનલાલ જીવનલાલ શાહ.


પ્રસંગ (3)

ધાર્મિક અને રૂઢીચુસ્ત શીખ કુટુંબ માં એક બાળક નો જન્મ અને ઉછેર થાય છે. શ્રીમંત અને સુખી કુટુંબ માં જન્મેલ એ બાળક પછી અમેરિકામાં અભ્યાસ કરી ત્યાની ખ્યાતનામ યુનીવરસીટી ઓ માંથી સિવિલ એન્જીન યરીંગ ની કેટલીક ડીગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી બહેરીન આવે છે. બહેરીનમાં સિવિલ એન્જીનયરીંગ કોન્ટ્રાકટર તરીકે પોતાની કંપની શરુ કરી સફળતા અને સમૃધી મેળવે છે.

બાળપણ થી જ ધાર્મિક વાતાવરણ માં ઉછરેલ આ વ્યક્તિ ૫૦ - ૫૫ ની વયે વ્યવસાયિક પ્રવૃત્તિ માંથી સમય ફાળવી અધ્યાત્મ માર્ગે આગળ વધવા માતા -પિતા તરફ થી વારસા માં મળેલ શીખ ધર્મના પુસ્તકો નું અધ્યન શરુ કરે છે. આ અધ્યયન - અભ્યાસ દરમ્યાન આ બુદ્ધિ જીવી ગ્રહસ્થ એ નિષ્કર્ષ ઉપર આવે છે કે શીખ ધર્મ માં જ્યાં સુધી ગુરુ પરમપરા હતી ત્યાં સુધી તો ઠીક હતું. પણ ત્યારબાદ ગુરુની જગાએ ગ્રન્થ સાહેબ ની પ્રથા શરુ થઇ તેમાં આ મુમુક્ષુ જીવ ને સંતોષ થયો નહિ. એટલે તેમણે ભારતમાં બીજા ક્યા ધર્મ/સંપ્રદાય માં આજે પણ ગુરુ પરંપરા જળવાઈ રહી છે તેની શોધ શરુ કરી. તેમની આ જીગ્નાશાવ્રત્તી તેમને પ્રમુખ સ્વામી મહારાજ  પાસે ખેંચી લાવી. પહેલીજ મુલાકાતે તેમણે જન્મો-જન્મ ના ગુરુ-ચેલા ના મિલન થયાની અનુભૂતિ કરી. પ્રમુખસ્વામી મહારાજ ને ગુરુ તરીકે સ્વીકારી લીધા, સ્વામિનારાયણ ના સત્સંગી થયા. એટલુજ નહિ સ્વામિનારાયણ સંપ્રદાય ના ગુજરાતી ભાષા માં ઉપલબ્ધ બધાજ પુસ્તકો નું પોતે અધ્યયન કરી શકે તે હેતુ થી બહેરીન દેશમાં ૫૦/૫૫ ની જૈફ વયે ગુજરાતી ભાષા શીખી લીધી.

એ ગ્રહસ્થ એટલે બીએપીએસ એક પરિવારના સૌ સભ્યો ના જાણીતા-માનીતા સરદાર શ્રી જસબીર સીંઘ.આ લખનારે ૨૦૦૧ ના વર્ષમાં બહેરીન મંદિર ની મૂર્તિ પ્રતિષ્ટા દરમ્યાન તેમની મહેમાન ગતિ માણી છે અને ગુરુભક્તિ નજરે નિહાળી છે. સ્વીમીંગપુલ માં પોતાના ગુરુ ને સ્વીમીંગ કરતા દર્શન કરવાના ઉદ્દેશ થી તેમણે
બહેરીન સ્થિત તેમના રહેણાંક માં સ્વીમીંગ પુલની વ્યવસ્થા કરેલ. ગુરુ ની આજ્ઞા પાળવાને તત્પર એવા જસબીર સિંહે પ્રમુખસ્વામી ના કહ્યા મુજબ બહેરીન સ્થિત પોતાની કંપનીમાંના  માલિક/ભાગીદાર ના હક્ક ત્યજી આજે એક પગારદાર મેનેજર તરીકે કાર્ય કરવાનું સ્વીકાર્યું છે. ગુરુ પાસે પ્રશનતા ની અનુભૂતિ સાથે ઢોલ વગાડતા લીલા જેકેટ માં શ્રી જસબીરસીંઘ નજરે પડે છે.



(ક્રમશ)





No comments:

Post a Comment