Friday, March 23, 2018

મારી નજરે, માનવ જીવન - લેખાંક ( ૧ )

માનવ જીવન - ( ૧ )

આપણું માનવ જીવન એટલે પરીક્ષાઓ ની હારમાળા.

બાળક સમજણું થાય એટલે પહેલા સ્કુલમાં એડમીશનથી લઇ ને પછી શાળા-મહાશાળાઓ માં વરસો
વરસ પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ડીગ્રી-પદવી પ્રાપ્ત કરી લે ત્યાં સુધી પરીક્ષાઓ આપ્યા કરે. ત્યારબાદ પહેલા નોકરી અને પછી નોકરીમાં બઢતી - પ્રમોશન માટે ની પરીક્ષાઓ આવે. પછી ઘરસંસાર શરુ કરતા પહેલા વર-કન્યાએ એક બીજાની સ્વીકૃતિ પામવાની પરીક્ષામાંથી પસાર થવાનું. અને સંસાર માંડ્યા પછી ઘર સંસારની અનેક જવાબદારીઓ નિભાવવાની પરીક્ષાઓ ની હારમાળા ચાલુ જ રહે છે.

આ પ્રક્રિયામાંથી આપણે સૌ પસાર તો થઇએ છીએ. પણ તે દરમ્યાન આપણે એક વિદ્યાર્થી તરીકે, એક કર્મચારી કે સાહેબ તરીકે, એક નોકર કે શેઠ,એક પુત્ર કે પુત્રી, એક ભાઈ કે બહેન, એક પતિ કે પત્ની, એક પિતા કે માતા, એક જમાઈ કે વહુ, એક સાસુ કે સસરા,  એક દાદા કે દાદી, એક નાના કે નાની તરીકે કેટલા સફળ કે નિષ્ફળ રહ્યા તેનો જવ્વલેજ વિચાર કરીએ છીએ.

હા! આપણે કેટલી ધન સંપત્તિ કે બેંક બેલેન્સ વધારી કેટલું શેર, બોન્ડ, સોનું - ઝવેરાત, બંગલા-ગાડી,
દુકાન, ફેક્ટરીમાં રોકાણ કર્યું તેનો સતત વિચાર કરતા રહીએ છીએ. અને તે માપ દંડ મુજબ આપણા જીવન ની સફળતાનો સંતોષ લેતા રહીએ છીએ. પણ પછી દરેકના જીવનમાં એક ઘડી એવી આવે છે કે જયારે ધન-દોલત, ગાડી-બંગલા, ડીગ્રી, માન-પાન-ઈલ્કાબ બધાની કિંમત કોડીની થઇ જાય છે. જીવનની સફળતા માપવાનો આપણો માપદંડ જ નકામો થઇ જાય છે.

પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ તેમના એક પ્રવર્ચન માં ભારત ના મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સાહેબ ના રામેશ્વરમ સ્થિત ઘર ની બે મુલાકાત દરમ્યાન નો તેમનો અનુભવ જણાવેલ છે. તેમની  પહેલી વખતની મુલકાત દરમ્યાન કલામ સાહેબ ના ઘર માં તેઓ એ તેમને મળેલ ઇલ્કાબો, મેડલો, દુનિયાની મહાન વ્યક્તિઓ સાથેની તેમની મુલાકાત ના ફોટા, તેમણે લખેલ પુસ્તકો  વગેરે તેમના જીવન દરમ્યાન તેમણે પ્રાપ્ત કરેલ ભૌતિક સિદ્ધિઓને મુલાકાતીઓ ના પ્રદર્શન માટે મુકેલ વસ્તુઓ નો ઉલ્લેખ છે.

તેમની બીજી મુલાકાત દરમ્યાન તેઓ એ જોયું કે કલામ સાહેબે પહેલા પ્રદર્શન કાજે એક રૂમ માં મુકેલ બધીજ વસ્તુઓ ને એકઠી કરી લાકડાની એક જૂની બંધ પેટીમાં પધરાવી દીધેલ. તેઓને પ્રાપ્ત થયેલ ભારત રત્ન ઈલ્કાબ નું સર્ટીફીકેટ પણ રદ્દી ની માફક પેટી માં મૂકી દીધેલ. કલામ સાહેબ ના અભિગમ માં આ ફેરફાર
પ્રમુખ સ્વામી સાથેની  કેટલીક મુલાકાતો બાદ આવેલ. તેમને એ વાતની પ્રતીતિ થઇ ગઈ હતી કે વ્યક્તિના મ્રત્યુ બાદ તેની ભૌતિક સિદ્ધિઓની કિંમત કોડી ની થઇ જાય છે. 

ઈશ્વર આપણને આટલી બધી પરીક્ષાઓ ની પ્રક્રિયામાંથી એટલા માટે પસાર કરે છે, કે આપણે માનવ જીવન નો મુખ્ય ઉદ્દેશ-ધ્યેય સમજી શકીએ. ૬૦-૬૫ ની વય વટાવી ચુક્યા પછી પણ શું  "આપણે કઈ પ્રવૃત્તિ કઈ
પ્રાપ્તિ ને કાજે કરી રહ્યા છીએ અને કઈ દિશામાં ક્યા માર્ગે શાને માટે આગળ વધી રહ્યા છીએ?" તેનો  સ્પષ્ટ ઉત્તર આપવાને માટે આજે આપણે  સક્ષમ છીએ કે ?????   

No comments:

Post a Comment