Friday, March 23, 2018

મારી નજરે, માનવ જીવન - લેખાંક (૨)

માનવ જીવન (૨)

બાળક સમઝણુ થાય કે તેને મળેલી માહિતી ના આધારે ડોક્ટર, એન્જીનયર, સી.એ. શિક્ષક -પ્રોફેસર, પાયલોટ કે કેપ્ટન બનવાના સપના જોતા જોતા તે પ્રમાણે સ્કુલ/કોલેજ માં અભ્યાસ શરુ કરી દ્યે છે. તેમાં પણ અમુક નામાંકિત અને શ્રેષ્ઠ સ્કુલ/કોલેજ માં જવાનો જ આગ્રહ રાખે. પછી સમયાંતરે સ્વાનુભવે જરૂર પ્રમાણે પોતે પસંદ કરેલ કારકિર્દી માં બદલાવ કરીને આગળ વધતો રહે છે. અભ્યાસ પૂરો થાય એટલે વધારે ઉન્નતી - તક ની શોધ માં જન્મભૂમિ/ગામ છોડી બીજા મોટા શહેરમાં રહેવા જાય. અને તેનાથી પણ  આગળ વધી પરદેશમાં કોઈ અમેરિકા, ઓસ્ટ્રેલીયા, ન્યુ ઝીલેન્ડ, સિંગાપોર,યુરોપ, આફ્રિકા, કે મિડલ ઇસ્ટ વગેરે દેશમાં જાય છે.

પણ તેનાથી વિપરીત, બાળકે  જે ધાર્મિક માન્યતા/વિચાર ધારા વાળા કુટુંબ માં જન્મ લીધો હોય તે જ ધાર્મિક માન્યતા/વિચારધારા સાથે વળગી રહે છે. જૈન કુટુંબ માં જન્મ ધારણ કરેલ પોતાને જૈન તરીકે ઓળખાવવા માં ગૌરવ અનુભવે છે, તો વૈષ્ણવ કુટુંબ માં જન્મ લેનાર પોતાને વૈષ્ણવ, શિવ ઉપાસના કુટુંબ માં જન્મ લેનાર શીવપંથી, શીખ કુટુંબ માં જન્મ લેનાર શીખ, મુસ્લિમ કુટુંબ માં જન્મ લેનાર મુસ્લિમ અને પારસી કુટુંબમાં જન્મ લેનાર પોતાને પારસી તરીકે ઓળખાવવામાં ગૌરવ લે છે. આ પરંપરા વરસો થી ચાલી આવી છે અને તેમાં કશું ખોટું નથી. પણ વ્યવસાયિક કારકિર્દી માં સતત ઉન્નતી માટે જેટલું લક્ષ્ય અપાય છે, તેટલૂ ધ્યાન આધ્યાત્મિક માર્ગે ઉન્નતી કરવા માટે જવ્વલે જ જોવા મળે છે.

આપણે જાણીએ છીએ કે એન્જીનીયરીંગ કોલેજ નો વિદ્યાર્થી એન્જીનયર, મેડીકલ કોલેજ નો વિદ્યાર્થી ડોક્ટર વગેરે વગેરે બને છે. તેવીજ રીતે  પોતાને જૈન તરીકે ઓળખાવનાર વ્યક્તિ એ  જન્મ-જન્માંતરે "કેવળ જ્ઞાનની સ્થિતિ" એ પહોચવાનો  માર્ગ  જાણ પણે કે અજાણપણે પસંદ કર્યો હોય છે. અને વૈષ્ણવ વ્યક્તિ એ શ્રી કૃષ્ણ નું શરણ સ્વીકારી ગોલોક માં અને શિવપંથી એ શિવલોક, વિષ્ણુના ઉપાસકે બદ્રિકાશ્રમ, અને શ્રી રામના ઉપાસકે વૈકુંઠમાં પહોચવાનો માર્ગ પોત પોતાની રીતે સૌ એ પસંદ કર્યો હોય છે.

પોત પોતાના માર્ગે ચાલતી વ્યક્તિ એ ક્યારે પણ એ માર્ગે ચાલતા પોતે ક્યા ધામ માં પહોંચશે અને શા માટે એ જ ધામ માં જવા પ્રયત્ન કરી રહ્યો છે તેનો કદી પણ ક્યારે ય વિચાર કર્યો હોય છે? જવાબ જો "હા" હોય તો સારી વાત છે. પણ જવાબ જો "ના" હોય તો દરેક સમજદાર વ્યક્તિ એ આ બારામાં જરૂર વિચારી જોવું. 

આપણે જાણીએ છીએ તેમ ૬૦ ની વયે નોકરીયાત વ્યક્તિની વ્યાવસાયિક કારકિર્દી નો અંત આવે છે. નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવેલ મોટાભાગના લોકો બીજી કોઈ નોકરી કે વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલુ રાખે છે. તો સ્વયં રોજગારવાળી વ્યક્તિ સ્વયં નિવૃત્તિ વિશે ભાગ્યેજ વિચારે છે. વ્યવસાયિક નિવૃત્તિ બાદ પણ પોતાને ગૌરવ પૂર્વક જૈન, અથવા  વૈષ્ણવ તરીકે ઓળખાવનાર વ્યક્તિ એ પોતે પસંદ કરેલ આધ્યાત્મ માર્ગ ઉપર "કેવળ જ્ઞાનની સ્થિતિ" કે ગોલોક ધામ માં પહોચવા માટે કેટલી  પ્રગતી કરી તેનો ભાગ્યેજ વિચાર કરે છે.

વ્યવસાયિક કારકિર્દી માટે વ્યક્તિ પાસપોર્ટ મેળવ્યા પછી જે તે દેશમાં પહોચવા વિસા પ્રાપ્તિ માટે જરૂરી બધાજ નિયમ પાલન માટે સજાગ હોય છે. પણ  પોતાને ગૌરવ પૂર્વક જૈન કે વૈષ્ણવ તરીકે ઓળખાવતી વ્યક્તિ તે માટે ના જરૂરી બધાજ નિયમો નું ભાગ્યેજ પાલન કરતી હોય છે. આજે ભગવાન મહાવીર ના અહિંસા પાલન નિયમ નું ગાન ગાતા જૈન સમાજમાં  ભગવાન મહાવીર ના "અપરિગ્રહ" સિદ્ધાંત નું પાલન કરતા કેટલા? અને આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા એ તેમના પદ "વૈષ્ણવ જન તો તેને રે કહીએ" વ્યાખ્યા માં બંધ બેસતા કૃષ્ણ ભક્ત વૈષ્ણવો કેટલા?

મતલબ કે જ્યાં સુધી આધ્યાત્મ માર્ગ ને લાગે વળગે છે ત્યાં સુધી પોતાને જૈન કે વૈષ્ણવ તરીકે ગૌરવ પૂર્વક ઓળખાવનાર વ્યક્તિ હકીકત માં તો એક ભ્રમણા માં જીવન જીવી માનવ જીવન પૂરું કરતી હોય છે. સમજદાર વ્યક્તિએ આ આભાસી દુનિયા માંથી બહાર નીકળી વાસ્તવિક દુનિયા માં આવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. હવે પછી ની પોસ્ટ માં આવી કેટલીક સમજદાર વ્યક્તિઓ વિષે જાણકારી મેળવીશું.





No comments:

Post a Comment